Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વજન કંટ્રોલમાં રાખવું હોય અથવા ઘટાડવું હોય તો એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઇએ ?

નવી દિલ્હી,તા. ૧: મોટાભાગે જયારે લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ શરૂ કરે છે ત્યારે સૌથી પહેલાં રોટલીની સંખ્યા ઘટાડે છે. તો ચાલો જાણીએ વજન કંટ્રોલમાં રાખવું હોય અથવા ઘટાડવું હોય તો એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?

રોટલીમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાને કારણે લોકોને લાગે છે કે રોટલી ખાવાથી તેમનું વજન વધશે અને એટલે જ કાર્બોહાઈડ્રેટ્સ ઘટાડવા માટે રોટલી ઓછી ખાય છે. જો તમે પણ આવું માનતા હો તો જાણી લો કે ડાયટિંગ કરતાં લોકો એક દિવસમાં ૫ રોટલી ખાઈ શકે છે.

જો તમે વેટ લોક ડાયટ ફોલો કરી રહ્યાં હો તો તમારે આ જાણવું જરૂરી છે કે એક દિવસમાં કેટલાં કાર્બોહાઈડ્રેટ્સ લેવા. જો તમે એક દિવસમાં ૨૫૦ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ લેવા માગો છો અને તેમાંથી ૭૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ રોટલીમાંથી લેવા માગો છો તો તે પ્રમાણે તમે એક દિવસમાં ૫ રોટલી ખાઈ શકો છો. પણ આ વાતનું ધ્યાન રાખવું કે અન્ય કેટલીક વસ્તુઓ પણ હોય છે જેના દ્વારા શરીરમાં કાર્બ્સ પહોંચે છે, જેમ કે ખાંડ, દૂધ, રાઈસ અને સોડા.

રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ્સ જ હોય છે એવું નથી, આ સિવાય તેમાં પ્રોટીન અને ફાયબર પણ હોય છે અને જો તમે વજન ઘટાડવા માગતા હો તો આ બંને પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. જો આપણે ૬ ઈંચની એક રોટલીની વાત કરીએ તો તેમાં ૧૫ ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ફાયબર હોય છે.

વજન ઘટાડવા માટેનો સૌથી સામાન્ય નિયમ આ જ છે અને એકસપર્ટ પણ માને છે કે જયાં સુધી શકય હોય ત્યાં સુધી કાર્બોહાઈડ્રેટ્સ દિવસે જ લેવા. તમે લંચમાં અથવા સાંજે ૪ વાગ્યા સુધી રોટલી ખાઈ શકે છે. પણ સાંજે અથવા રાતે કાર્બોહાઈડ્રેટ્સવાળા ફૂડ ન ખાવા જોઈએ. આમ તો બધાં માટે એક સરખો નિયમ ન હોઈ શકે. તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારા શરીરમાં કેટલા કાર્બોહાઈડ્રેટ્સની જરૂર છે અને તમારો વજન ઘટાડવાનો ઉદ્દેશ શું છે. જો તમે કાર્બ્સના ઈનટેકને ઘટાડવા માગતા હો તો રોટલી ઓછી ખાવી અને સાંજે ૪ વાગ્યા પહેલાં ખાઈ લેવી.

(10:21 am IST)
  • બીજા તબક્કાના મતદાનમાં સવારથી જ ઝડપ જોવા મળી :સવારે નવ સુધીમાં બીજા તબક્કાના મતદાનમાં આસામમાં ૧૦.૫૧ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૧૩.૧૪ ટકા મતદાન થયું છે. access_time 10:54 am IST

  • કાશ્મીરમાં ૨ ડઝન હુમલામાં ૧૨ ભાજપ નેતાઓ માર્યા ગયા : આતંકીઓના નિશાન ઉપર હવે ભાજપ નેતાઓ : કાશ્મીરમાં રાજકીય નેતાઓ હંમેશા આતંકીઓના નિશાન ઉપર રહે છે, પરંતુ આ વર્ષમાં નવા જોવા મળેલા ટ્રેન્ડમાં ભાજપ નેતાઓ આતંકીઓના ટોપ લીસ્ટમાં સૌથી ઉપર છે : ૯ મહિનામાં લગભગ ૨ ડઝન થયેલા હુમલામાં ૧૨થી વધુ ભાજપ નેતાઓ માર્યા ગયા છે : આજે પણ વધુ એક ભાજપ નેતા ઉપર હુમલો થયેલ, પરંતુ તેઓ આબાદ બચી ગયા હતા જયારે એક સુરક્ષાકર્મીનું મૃત્યુ થયુ હતું access_time 4:45 pm IST

  • રાજ્યના મુખ્ય સચિવનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો : મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમના સ્ટાફને પણ કોરોના વળગ્યો છે. શ્રી અનિલ મુકિમના સ્ટાફના ૨ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા હવે રાજ્યના મુખ્ય સચિવનો સ્ટાફ પણ કોરોનામાં સપડાયો છે. access_time 8:02 pm IST