Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવલીના અંજેસર ગામે હોમ કોરોન્ટાઇન કરાયેલ દંપતી ભાગી ગયું : ફરિયાદ દાખલ

સાવલી તાલુકાના અંજેસર ગામે હોમ કોરોન્ટાઇન કરાયેલ એક દંપતી ભાગી ગયુ હોવાની વિગતો સામે આવી રહી છે. હાલની કોરોના મહામારીના તકેદારીના પગલાં રૂપે જિલ્લા બહારથી આવેલ દંપતીને હોમકોરોન્ટાઇન કરાયાં હતા.

 આ યુગલને ગુજરાત સરકારનાં હેલ્થ એન્ડ ફેમીલી વિભાગ, ગાંધીનગરની ગાઈડ લાઇન મુજબ હોમકોરોન્ટાઇન કરાયાં હતા. જ્યારે સાવલી આરોગ્ય કર્મચારીએ તપાસ કરતાં સામે આવ્યું કે આ યુગલ ઘરે નથી. યુગલ ઘરે ન હોવાથી તાલુકા હેલ્થ ઓફિસર ને જાણ કરાઇ હતી. સાવલી બ્લોક હેલ્થ ઓફિસરએ ભાદરવા પોલીસ મથકે એપેડ મિક્સ ડેસીઝ એકટ 1897 ની જોગવાઈ અનુસાર ભાગેડુ દંપતી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 am IST)
  • ભરૂચ પંથકમાંથી દિલ્હી ગયેલા લોકોની તપાસ શરૃઃ મરકઝ બિલ્ડીંગમાં હાજરી આપનારને મોબાઈલ ડાટાના એનાલીસ દ્વારા શોધી કાઢવા પોલીસ- આરોગ્ય તંત્રની કસરત access_time 11:32 am IST

  • કોરોના વાયરસનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 748, ઇટાલીમાં 837, સ્પેનમાં 748, જર્મનીમાં 130, ફ્રાન્સમાં 499 લોકોનાં મોત access_time 10:17 am IST

  • 'તબ્લીગી'ઓનો સુરતના રાંદેર અને સૌરાષ્ટ્રના માંગરોળ - ભાવનગર પંથકમાં મોટો અનુયાયી વર્ગ રહે છે : આ બન્ને મોટા સેન્ટર છે : ભોપાલ-દિલ્હી અને દેવબંધ (સહરાનપુર) ખાતે તબ્લીગી સંપ્રદાયના સૌથી મોટી સંખ્યામાં અનુયાયી : અન્ય મુસ્લિમ સંપ્રદાયથી તેઓ અલગ પડે છે : અલગ મસ્જિદો હોય છે : રાજકોટમાં નહેરૂનગર અને ગવલીવાડમાં તેમની મસ્જિદો સાથે મોટો સમુદાય વસે છે access_time 11:32 am IST