Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મરકઝમા સામેલ 164 સહીત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના વાયરસના 386 નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના પોઝિટિવની સંખ્યા 1900ને પાર પહોંચ્યા

નવી દિલ્હી : દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે.

આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે.

 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

(8:05 pm IST)
  • 'તબ્લીગી'ઓનો સુરતના રાંદેર અને સૌરાષ્ટ્રના માંગરોળ - ભાવનગર પંથકમાં મોટો અનુયાયી વર્ગ રહે છે : આ બન્ને મોટા સેન્ટર છે : ભોપાલ-દિલ્હી અને દેવબંધ (સહરાનપુર) ખાતે તબ્લીગી સંપ્રદાયના સૌથી મોટી સંખ્યામાં અનુયાયી : અન્ય મુસ્લિમ સંપ્રદાયથી તેઓ અલગ પડે છે : અલગ મસ્જિદો હોય છે : રાજકોટમાં નહેરૂનગર અને ગવલીવાડમાં તેમની મસ્જિદો સાથે મોટો સમુદાય વસે છે access_time 11:32 am IST

  • થાઈલેન્ડ સરકાર દ્વારા ચાલતી : થાઈ એરવેઝ ઓકટોબર સુધી બંધ ?! : વિશ્વની વિશાળ અને ૧થી ૧૦માં નંબર લાવતી થાઈલેન્ડ સરકાર દ્વારા ચાલતી થાઈ એરવેઝે ૨૮ ઓકટોબર ૨૦૨૦ સુધી તમામ ઓપરેશન્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાની જોરદાર ચર્ચા ગુજરાતના ટૂર ઓપરેટર્સમાં ચાલી રહી છે : થાઈલેન્ડના લોકલ ટૂર ઓપરેટર્સમાં ચર્ચા છે કે નાણાકીય મુશ્કેલીને કારણે આવુ બન્યુ હોઈ શકે : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 3:20 pm IST

  • મસ્જિદથી સારી મરવાની કોઈ જગ્યા નથીઃ તબલીગી જમાતના મૌલાનાનો ઓડીયો વાયરલ : દિલ્હીની નિજામુદીન જમાતના મુખીયાનો એક વીડીયો વાયરલ થયો છેઃ મૌલાનાના ઓડીયોમાં કોરોનાનો ઉલ્લેખ થયો છે અને તેઓ કહે છે કે મર્યા બાદ મસ્જીદથી કોઈ સારી જગ્યા નથીઃ આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને પહેલેથી જાણ હતી કે એકઠા થવાથી કોરોનાનો ખતરો છેઃ એવુ લાગે છે કે ત્યાં કોરોના પહોંચી ગયો હતો પણ ધ્યાન અપાયુ ન હતું: વાયરલ ઓડીયોમાં મૌલાના કહે છે કે અલ્લાહ પર ભરોસો કરોઃ કોઈ કહે છે કે મસ્જિદો બંધ કરી દેવી જોઈએઃ તાળા લગાવી દેવા જોઈએ કારણ કે આનાથી બિમારી વધશે તો તમે આ ખ્યાલને મનમાંથી કાઢી નાખો access_time 11:34 am IST