Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આ વર્ષે H-1B વિઝા આપવાનું મુલતવી રાખો : કોરોના વાઇરસને કારણે બેરોજગારી વધી રહી છે : સ્થાનિક તજજ્ઞોને નોકરી મળી રહે તે બાબતને પ્રાધાન્ય આપો : નોન પ્રોફિટ યુ.એસ.ટેક વર્કર્સની પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ

વોશિંગટન : અમેરિકન ટેક્નોલોજી વર્કર્સનાં પ્રતિનિધિ તરીકે ગણાવાઈ રહેલા નોન પ્રોફિટ યુ.એસ.ટેક.વર્કર્સે આ વર્ષે H-1B તથા H-2B વિઝા આપવાનું મુલતવી રાખવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરી છે.જેના કારણમાં જણાવાયા મુજબ આ વર્ષે કોરોના વાઇરસની અસરને કારણે અનેક ધંધા ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે પરિણામે બેરોજગારી વધવા લાગી છે.તેથી સ્થાનિક તજજ્ઞોને નોકરી મળી રહે તે માટે વિદેશોમાંથી આવતા ટેક્નોલોજી વર્કર્સને અપાતા ઉપરોક્ત બંને પ્રકારના વિઝા આપવાનું મુલતવી રાખવું જોઈએ

(7:46 pm IST)