Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આઠ મીટર સુધી કોરોના છીંક તેમજ ખાંસી સાથે ફેલાઈ શકે

કલાકો સુધી હવામાં કોરોના વાયરસ રહે છે : હવે એકથી બે મીટર નહીં બલ્કે આઠ મીટર સુધી કોરોના જઇ શકે છે : અમેરિકામાં કરાયેલા નવા રિસર્ચનું તારણ

નવી દિલ્હી, તા. ૧ : ભારત સહિત સમગ્ર દુનિયામાં આ સમયે કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. આને રોકવા માટે કઇરીતે પગલા લેવામાં આવે તે પણ સમજાઇ રહ્યું નથી. આને રોકવા માટે કેટલાક દેશોએ લોકડાઉન જેવા પગલા લીધા છે જેનો ઉદ્દેશ્ય સામાજિક અંતર રાખવાનો છે. વાયરસને ફેલાતા રોકવા માટે આ પગલા લેવાઈ રહ્યા છે. હવે એક નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાનો સામનો કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સામાજિક અંતર સાથે જોડાયેલા જે દિશા નિર્દેશ જારી કર્યા છે તે પણ અપુરતા છે. આમા જણાવવામાં આવ્યું છે કે, ખાંસી ખાતી વેળા અથવા તો છીક ખાતી વેળા આ વાયરસ ૧.૨ મીટર નહીં બલ્કે આઠ મીટર સુધી જઈ શકે છે. જનરલ ઓફ દ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ આ પ્રાકરનો દાવો કર્યો છે. રિસર્ચ મુજબ કોરોનાને રોકવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન અને અમેરિકામાં સીડીસી દ્વારા સામાજિક અંતરના નિયમો પુરતા સાબિત થઇ રહ્યા નથી.

            હકીકતમાં આ વાયરસ ૮ મીટર સુધી ફેલાઈ શકે છે. ડબલ્યુએચઓ અને સીડીસી દ્વારા હાલના સમયમાં જે દિશાનિર્દેશ જારી કર્યા છે તે ખાંસી, છીક અથવા શ્વાસ પ્રક્રિયા સાથે બનનાર ગેસક્લાઉડના ૧૯૩૦ના દશકના જુના પડી ચુકેલા મોડલ પર આધારિત છે. ભારતમાં લોકડાઉન છતાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હીથી લઇને કેરળ સુધી દેશમાં અનેક જગ્યાઓ હોટસ્પોટ બની ગઈ છે. હોટસ્પોટનો મતલબ એ છે કે, આ જગ્યા પર ભારતની અન્ય જગ્યાઓની સરખામણીમાં વધુ ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યા છે.

          અભ્યાસ કરનાર એમઆઈટીના એસોસિએટ્સ પ્રોફેસર લિડિયાનું કહેવું છે કે, ખાંસી અથવા તો છીકના પરિણામ સ્વરુપે બહાર નિકળનાર સૂક્ષ્મ બુંદો સાતથી આઠ મીટર સુધી જઇ શકે છે. વર્તમાન દિશા નિર્દેશ બુંદના કદના અતિસામાન્યકૃત અવધારણ પર આધારિત છે. આ ઘાતક રોગની સામે અમે સૂચિત ઉપાયને પ્રભાવી બનાવી દેવામાં મર્યાદિત કરે છે. રિસર્ચના પરિણામ દર્શાવે છે કે, સારી બાબત એ છે કે, આ વાયરસનો સામનો કરવા સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વપૂર્ણ છે. ભારતમાં ભીડભાડથી બચવા માટે લોકોને સતત કહેવામાં આવી રહ્યું છે. નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે, આ વાયરસ મીટર સુધી જઈ શકે છે અને કલાકો સુધી હવામાન રહી શકે છે.

(7:37 pm IST)