Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તબલીગી જમાત કાર્યક્રમથી પરત ફરેલા લોકોની ભારતભરમાં શોધ

નિઝામુદ્દીન મર્કજમાં દેશના તમામ ભાગોથી લોકો પહોંચ્યા હતા : દેશભરના જુદા જુદા વિસ્તારમાં હાલ ધર્મ પ્રચારમાં લાગેલા દેશી અને વિદેશી મુસ્લિમોની ઓળખ કરવા વ્યાપક દરોડા : ઓળખાયેલાઓની કોરોના તપાસ

નવીદિલ્હી, તા. ૧ : તબલીગી જમાતના નિઝામુદ્દીન મર્કજમાં આવેલા ધાર્મિક કાર્યક્રમ જોડમાં ભાગલીધા બાદ હજારો લોકો પોતપોતાના ઘરે પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરના તમામ પ્રદેશોના લોકોએ આવીને ભાગ લીધો હતો. આ ઉપરાંત પડોશી દેશોના સેંકડો મુસ્લિમ પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ઇસ્લામનો પ્રચાર કરવા માટે ત્યારબાદ સમગ્ર ભારતમાં આ લોકો ફેલાઈ ગયા હતા. આમાથી કેટલાક નિઝામુદ્દીનનો મામલો ગરમ થતાં પહેલા જ જુદી જુદી જગ્યા પર પકડાઈ ચુક્યા છે. મર્કજમાંથી કાઢવામાં આવેલા ૨૪ લોકોના કોરોના વાયરસ હોવાના અહેવાલને સમર્થન મળી ચુક્યું છે. આવી સ્થિતિમાં દેશભરમાં કોરોના કેસો ઝડપથી વધવાનો ખતરો વધી ગયો છે. આજ કારણસર હવે ધાર્મિક પ્રચારમાં લાગેલા દેશી અને વિદેશી મુસ્લિમોની શોધખોળ માટે દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

              એવા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે જે કાર્યક્રમમાં ભાગ લીધા બાદ જમાતમાં સામેલ રહેલા લોકોની સાથે ટ્રેનોમાં મુસાફરી કરી ગયા હતા. દેશભરમાં જારી સર્ચ ઓપરેશનમાં જુદા જુદા રાજ્યોમાં સફળતા મળી છે. રાજસ્થાનમાં મેવાતના કામમાં રહેલા લોકોમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લા કલેક્ટરના નિર્દેશ બાદ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જોધપુરથી ૧૬ લોકોને આરોગ્ય નિરીક્ષણ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બે જમાતી લોકોને નોરેરા ગામથી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. નવી દિલ્હીથી પરત ફરેલા તબલીગી જમાતના ૧૦ લોકોની ઓળખ જમ્મુ કાશ્મીરમાં પણ કરવામાં આવી છે. આ તમામ લોકોએ દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ૧૦ પૈકી નવ હૈદરાબાદના છે. એકથી ૧૫મી માર્ચ દરમિયાન આયોજિત તબલીગી જમાતના કાર્યક્રમમાં દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો પહોંચ્યા હતા.

            ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, જારખંડમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગૃહ મંત્રાલયે પણ દેશભરમાં તબગીલી સમાજ સાથે જોડાયેલી ગતિવિધિ અંગે માહિતી આપી છે. તેના કહેવા મુજબ જમાતે દેશભરમાં ધર્મ પ્રચારનો કાર્યક્રમ ચિલ્લાહ જારી રાખ્યો હતો. આના માટે સેંકડો દેશી વિદેશી લોકો દેશના જુદા જુદા ભાગોમાં પહોંચ્યા હતા. હવે તમામની ઓળખ કરીને કાર્યવાહી ચાલી રહી છે. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. દેશી અને વિદેશી મુસ્લિમોની ઓળખ કરવા વ્યપાક દરોડા પાડવામાં આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં અવિરતપણે વધારો થઇ રહ્યો છે. કાર્યક્રમમાં દેશના તમામ ભાગોમાંથી મુસ્લિમ સમુદાયના લોકો પહોંચ્યા હતા. ઓળખાણ કરવાના આદેશો ટોચના સ્તરે આપી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા ૯૦ સુધી પહોંચી છે. આ મામલામાં મોટાભાગના મામલા તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થઇને પરત ફરેલા લોકોના છે. રિપોર્ટના ટેસ્ટ થઇ રહ્યા છે.

(7:31 pm IST)