Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકાની બ્લુમ એનર્જી તથા અલ્મો કોર્પો.ની સંયુક્ત કામગીરી : વોરંટી પીરીઅડ વટાવી ચૂકેલા વેન્ટિલેટર્સનું નવનિર્માણ કરશે : ઇન્ડિયન અમેરિકન કે.આર શ્રીધરન સ્થાપિત કંપનીનું પ્રશંસનીય કૃત્ય

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન શ્રી કે.આર શ્રીધરન સ્થાપિત બ્લુમ એનર્જી એ વર્તમાન કોરોના વાઇરસના વધી રહેલા દર્દીઓ વચ્ચે સલામતી જાળવવા વેન્ટિલેટર્સની વર્તાઈ રહેલી તંગી વચ્ચે એક નવી કામગીરી હાથ ધરી છે.જે મુજબ તેઓ વોરંટી પીરીઅડ વટાવી ચૂકેલા અને પડતર તેવા વેન્ટિલેટર્સનું નવનિર્માણ કરશે જે કેલિફોર્નિયા સ્થિત અલ્મો કોર્પો.ના સહયોગ સાથે દેશની હોસ્પિટલોને પહોંચાડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(5:52 pm IST)