Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અડધી રાત્રે અમિતભાઈએ અજિત દોવાલને દોડાવ્યા

તબ્લીગી જમાતના વડા મૌલાના સાદ મરકઝ ખાતે મસ્જિદ ખાલી કરવા માનતા ન હતા : દોવાલે બાજી સંભાળી

નવીદિલ્હીઃ દિલ્હીમાં તબલીગી જમાતના લોકોએ દેશમાં કોરોનાની મુશ્કેલી વધારી દીધી છે. એવામાં નિઝામુદ્દીન મરકજને ખાલી કરાવવામાં પણ પોલીસને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મૌલાના સાદ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા એવામાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે અજીત દોવાલને અડધી રાતે મસ્જિદ ખાલી કરાવવાના કામ માટે મોકલવા પડ્યા હોવાનું ગૃહ મંત્રાલયના ટોચના વર્તુળોએ જણાવ્યું છે.

દિલ્હીમાં તબલીગી જમાતનાં મરકઝમાંથી ૨૪ લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો. મરકઝ સાથે જોડાયેલા ૩૫૦ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિઝામુદ્દીન મરકઝનાં મૌલાનાએ મસ્જિદ ખાલી કરવાથી ઇનકાર કરી દેતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે ૨૮-૨૯ની રાત્રે  અજીત દોવાલને મોરચો સંભાળવા માટે મોકલી દીધા હતા.

મરકઝના વહીવટકારોએ ૧૬૭ તબલીગી  કાર્યકરોને ૨૭-૨૮ માર્ચે હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપી અને શ્રી દોવાલે દરમિયાનગીરી કર્યા પછી જ તબલીગી જમાતની નેતાગીરી મસ્જિદ ખાલી કરવા, સફાઈ માટે સહમત થયેલ.

છેલ્લા દાયકામાં દોવાલે દેશ અને વિદેશની મુસ્લિમ નેતાગીરી ઉલેમાઓ મુસ્લિમ સંસ્થાનો સાથે ઘરોબો સાધ્યો છે. તમામને તેમના નામથી સંબોધી શકે તેવી આત્મિયતા દોવાલે કેળવી છે અને ભારતનો રાષ્ટ્રિય વ્યૂહ ઘડવા છે અને ભારતનો રાષ્ટ્રિય વ્યૂહ ઘડવા માટે  આ બધા સાથે કલાકો ગાળ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ અન્ય રાજયોને પણ એલર્ટ કર્યા હતા. તેલંગાણાનાં ૯ લોકોને સુરક્ષા એજન્સીઓને કરીમનગરથી ટ્રેક કર્યા હતા. જે બાદ શાહ અને દોવાલ બંને પરિસ્થિતિની ગંભીરતાને સમજી ગયા હતા.

ફેઝ-ટુમાં હવે દેશમાં રહેલ તમામ વિદેશી નાગરિકો શોધી કાઢવાનું કઠીન ઓપરેશન હાથ ધર્યું છે. બધા વિદેશીને શોધી, તેમને સ્ક્રીન કરી અને ત્યારબાદ વીઝા જોગવાઈના ઉલ્લંઘન માટે આકરા પગલા લેવાનું શરૂ થશે.

દિલ્હીની મરકઝ બિલ્ડીંગમાં ૨૧૬ વિદેશીઓ હતા અને બીજા ૮૦૦ વિદેશી તબલીગીઓ દેશભરમાં ફેલાઈ ગયા છે. મોટાભાગના આ તબલીગી મુસ્લિમો ઈન્ડોનેશીયા, મલેશીયા અને બાંગ્લાદેશના છે.

જાન્યુઆરીથી આજ સુધીમાં દિલ્હીના મરકઝ મેળાવડામાં ૨૦૦૦ વિદેશી તબલીગી ઓ- મૌલવીઓએ ભાગ લીધો છે. બધા ટુરીસ્ટ તરીકે આવ્યા છે અને મીશનરીઝ તરીકે આવ્યા નથી, તેથી આ ધાર્મિક મેળાવડામાં ભાગ લઈ તેમણે વીઝા નિયમોને ભંગ કર્યો છે. સરકારે મીશનરીઝ કેટેગરી હેઠળ વીઝા રીકવેસ્ટ ફાઈલ કરવા વારંવાર રીમાઈન્ડર આપેલ. હવે આ બધાને ફરી દેશમાં પ્રવેશવા દેવાશે નહિ, બ્લેક લીસ્ટ કરાશે.

દિલ્હીના આ તબલીગી મુસ્લિમ મેળાવડામાં વિદેશી સિવાય બહુ મોટી સંખ્યામાં લોકો આવેલ તેમને શોધી કાઢવા જબ્બર પ્રયાસો હાથ ધરાયા છે. બધાને સ્ક્રીન કરાશે, કોને મળ્યા તે શોધાશે અને કોરન્ટાઈન કરાશે.

હાલ મરકઝ ખાતેના વડા મૌલાના સાદના પ્રપિતામહ મૌલાના ઈલ્યાસ કાંધલવીએ તબલીગી  જમાતની સ્થાપના કરી હતી. ગ્રામ્યની મેવાતી વસતીને  મુસ્લિમોમાં ધર્મપરિવર્તન કરી તબલીગી  બનાવાયા હતા. જેઓ ૧૫૨૫માં બાબર સામે રાણા સાંગા સાથે મુગલો સાથે રહી ભરતપુર નજીક ખાનવા ખાતે યુદ્ધ લડયા હતા. પાણીપતના પ્રથમ યુદ્ધ પછી આ લડાયેલ.

કુરાન દ્વાર કઈ રીતે સારા મુસ્લિમ બનવું, માત્ર તેના ઉપર જ તબલીગી જમાત બધું ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે આ તબલીગી  જમાત અનેક ફાંટામાં વ્હેંચાઈ ગઈ છે.

પાકિસ્તાન તેનો ઉપયોગ (તબલીગી ઓનો ઉપયોગ) કટ્ટરતા ભરેલ ધર્મઝનૂન શીખવામાં અને દક્ષિણ એશીયાના ગ્રુપ ઉપર કબ્જો જમાવવા માટે કરી રહ્યાનું હિન્દુસ્તાન ટાઈમ્સના ૧લી એપ્રિલના સવારના હેવાલમાં પ્રસિદ્ધ થયેલ છે.

(4:22 pm IST)