Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ટયુલીપ ગાર્ડનમાં ખીલેલા લાખો ફૂલો અને બદામવાડીને જોવાવાળુ કોઈ નથી !

જમ્મુ, તા. ૧ :. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જ એવુ બન્યુ છે કે એશીયાના બીજા નંબરના ટયુલીપ ગાર્ડનમાં લાખો ટયુલીપ ખીલ્યા છે પણ તેને જોવાવાળા કોઈ નથી. આવી જ હાલત બદામવાડીની છે કે જ્યાં બદામવાડીના ઝાડ પર આવેલી બહારને નિરખવાવાળુ કોઈ નથી. કોરોના વાયરસની બીકના કારણે આવા દિવસો આવ્યા છે. બદામવાડીના ઝાડ ઉપર માર્ચની શરૂઆતમાં ફુલ આવવા લાગે છે જ્યારે ટયુલીપ ગાર્ડનમાં માર્ચના અંતિમ સપ્તાહમાં ફુલ ખીલે છે. બદામવાડીમાં તો પહેલા સપ્તાહમાં ૨૦૦ - ૪૦૦ પર્યટકો પણ પહોંચ્યા હતા પરંતુ ટયુલીપ ગાર્ડનના નસીબમાં એવુ પણ શકય ન બન્યુ. આ સંજોગોમાં એવુ કહી શકાય કે ખીલેલા ટયુલીપ ગાર્ડનને આ વખતે કોઈ જોઈ શકશે નહિ.

(3:41 pm IST)