Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

એપ્રિલફૂલના મેસેજ કરશો તો છ મહિનાની જેલ અને ૧ હજારનો દંડ ફટકારાશે

પોલીસે જાહેર કર્યુ નોટીફીકેશન

નવી દિલ્હી : કોરોના વાઇરસે દુનિયાભરમાં તબાહી મચાવી રહી છે. આ વચ્ચે સૌથી વધુ મુશ્કેલી છે ખોટી અફવાઓ અને ફેક ન્યુઝ રોકવાની. આવા વાયરલ મેસેજીસ રોકવા સરકાર દ્વારા ખાસ્સી એવી મહેનત કરવી પડે છે. આજે ૧લી એપ્રિલ છે પણ પોલીસે આજના દિવસના ખોટા મેસેજ ન કરવા અપીલ કરી છે. જો આવા મેસેજીસ કરશો તો આઇપીસી ધારા ૧૮૮ મુજબ છ મહિનાની જેલ પણ થઇ શકે છે. પોલીસે આ મામલે નોટીફીકેશન પણ જાહેર કયું છે. જેમાં છ મહિનાની જેલ સાથે એક હજારનો દંડ પણ ફટકારવા જણાવાયું છે.

(3:40 pm IST)