Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કાશી, મથુરા, અયોધ્યામાં હજારો ભિક્ષુક જોખમી

ધર્મસ્થાનોમાં માસ્ક વગર ઘુમી રહ્યા છે : વૃંદાવનમાં પ૦૦૦ ભિખારી : કાશીમાં ૩૮૦૦૦ વિધવાઓ

લખનૌ, તા. ૧ : કોરોના જોખમ સામે લોકડાઉન ચાલે છે, પરંતુ ભારતના ધર્મસ્થાનોમાં હજારો ભિક્ષુકો માસ્ક વગર ઘુમી રહ્યા છે, જે જોખમી સાબિત થઇ શકે છે.યુપીની ધર્મ નગરીઓ કાશી, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ વગેરે સ્થાને ભિક્ષુકો, વિધવાઓ, સાધુ-સંત ખુલ્લેઆમ ઘુમે છે. સરકારી શેલ્ડર હોમમાં તેને શરણ મળતું નથી. મંદિરના પ્રાંગણમાં કે સડકના કિનારે પડયા રહે છે. આ લોકો પાસે માસ્ક, સાબુ કે સેનેટરાઇઝર કંઇ જ નથી. સૌથી ખરાબ હાલત કાશીની વિધવાઓની છે. અહીં ૩૮૦૦૦ વિધવાઓ છે. મોટાભાગની અશકત છે, ભિખ માંગીને ગુજરાન ચલાવે છે. ધાર્મિક આયોજનોમાં તેમને ભોજન મળી જતા. હમણા બધુ જ બંધ છે. વૃંદાવનમાં પણ પ૦૦૦ જેટલા ભિખારીઓ ફૂટપાથ પર સૂઇ રહ્યા છે આ લોકો કોરોના મામલે જોખમી બન્યા છે. સરકાર કે સંસ્થાઓ ધ્યાન આપતી નથી.

(3:22 pm IST)