Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મરકજ મામલેઃ કેજરીવાલે કહ્યું: બધા મંદિર-મસ્જિદ બંધ છે, તો પછી આવી હરકત કેમ થઇ?

નવી દિલ્હી, તા.૧: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિઝામુદીનમાં તબ્લીગ જમાતના ભવનના કેસને લઇને મંગળવારે એક પત્રકાર પરિષદ યોજી હતી. સીએમ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના ૯૭ કેસમાંથી ૨૪ કેસ માર્કઝ નિઝામુદીનના છે. આમાંથી ૧ વિદેશ પ્રવાસ કરી ચૂકયા છે અને ૨૨ વિદેશી પ્રવાસીઓના પરિવારના સભ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં સીએમ કેજરીવાલે આ આખી ઘટનાની નિંદા કરતા કહ્યું કે, જયારે દેશના તમામ મંદિરો અને મસ્જિદો બંધ છે, તો આવી કાર્યવાહી કેમ થઇ?

મસ્જિદો બંધ કરવામાં શું વાંધો? જાવેદ અખ્તર

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, વિશ્વના ઘણા દેશો આને કારણે સંપૂર્ણપણે લોકડાઉન થઇ ગયા છે. દેશમાં આ ચેપના વધતા જતા ફેલાવાને જોતાં લોકડાઉન ૨૧ દિવસનું આપવામાં આવ્યુ છે. મંદિરો સહિતના  ધર્મસ્થળો બંધ કરવામાં આવ્યા છે. દરેકને  'સામાજિક અંતર' એટલે કે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપવામાં આવી  રહી છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદીનમાં તબલિગ-એ-જમાતમાં ભાગ લેવા ૩ હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાનું જોખમ ફેલાયું છે ત્યારે હવે દેશની મસ્જિદોને બંધ કરાવવાની પ્રંચડ માંગણી મુસ્લિમ સમુદાયમાંથી જ ઉઠી છે. આ માંગણીને ફિલ્મ જગતના જાણીતા લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે. જાવેદ અખ્તરે કહ્યું છે કે મક્કા-મદીનાની મસ્જિદો બંધ શકતી હોય તો પછી ભારતની મસ્જિદોને બંધ કરવામાં શું સમસ્યા છે?

(3:21 pm IST)