Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મુંબઈના પાંચ વિસ્તારોને સીલ કરાયા : અનેક ઝુપડપટ્ટી વિસ્તારમાં પ્રતિબંધ

બીએમસી દ્વારા હવે પાંચ સ્થળ પર જઈને તપાસ :તમામ વ્યકિતનું સ્ક્રીનીગ

મુંબઈ : ભારતમા કોરોનાનો કહેર ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમા ૫ વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરી દેવાયા છે. જેમાં સીલ કરવામા આવેલા વિસ્તારમા મુંબઈના રાજાજી પથ, બાલાજી ગાર્ડન, એર વિલેજ, મ્હાત્રે નગર, સહકાર નગર સામેલ છે જેમાં દેશના કોરોનાનું સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમા છે. જેની લીધે અનેક ઝુંપડપટ્ટી વિસ્તારમા અનેક પ્રતિબંધ લગાવવામા આવ્યા છે. જેનું એલાન કેડીએમસી નગર નિગમના આયુક્ત વિજય સૂર્યવંશીએ ફેસબુક પર વિડીયો જાહેર કરીને તેનું એલાન કર્યું હતું.તેમણે જણાવ્યું કે વિજય ડોબીવલી ઇસ્ટમા ૫ લોકોને કોરોના પોઝીટીવ હોવાના લીધે સમગ્ર વિસ્તારને સીલ કરવામા આવ્યો છે.

બીએમસી હવે પાંચ સ્થળ પર જઈને તપાસ કરી રહી છે. તેમજ દરેક વ્યકિતનું સ્ક્રીનીગ કરી રહ્યા છે. પોલીસ રોડ પર સતત નજર રાખી રહી છે. જેમા કોલીવાડામા લગભગ ૩૫,૦૦૦ લોકોના અવર જવર પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. માછલી પકડનાર એક વ્યકિતનું મંગળવારે મોત થયું હતું તેની બાદ આ વિસ્તારમાં હડકંપ મચ્યો છે.

જયારે પ્રભાદેવીની ચાલમા ગત સપ્તાહે એક મહિલાનું મોત થયું છે. જેના પરિવારના સાત લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમા પાડોશના પાંચ લોકોને પણ ચેપ લાગ્યો છે. આ ૧૨ લોકોની સારવાર કસ્તુરબા હોસ્પિટલમા કરવામા આવી રહી છે.

(12:53 pm IST)