Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોનાથી વૃધ્ધો જ નહીં આધેડને પણ મોતનું જોખમ

ચીનમાં ફાટી નિકળેલા કોરોના વાયરસના વ્યાપક સર્વે બાદ ચોંકાવનારૃં તારણ સામે આવ્યું

પેરિસ,તા.૧: કોરોના વાયરસનો હાહાકાર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે બ્રિટન દ્વારા કરાયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોવિડ ૧૯ અર્થાત કોરોના સંક્રમણ થયેલા લોકો પૈકી વૃદ્ઘોનો મૃત્યુદર ઊંચો હોવાનું અત્યાર સુધી લાગી રહ્યું હતું કારણ કે તેમની રોગ પ્રતિકારક શકિત બિલકુલ ઓછી હોય છે. જો કે નવા અભ્યાસ મુજબ કોરોનાથી મધ્યમ વયના અથવા આધેડના મોતનું જોખમ પણ રહેલું છે.

મેઈનલેન્ડ ચાઈનામાં થયેલા કોરોનાના કેસના એક વ્યાપક સર્વે બાદ આ તારણો સામે આવ્યા છે. બ્રિટનના સંશોધકોએ ચીનના વુહાન શહેરમાં ફાટી નિકળેલી આ મહામારી બાદ સ્વદેશ પરત ફરેલા ૩,૬૦૦દ્મક પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ પર અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં જણાયું કે, જીવલેણ ચેપ લાગવા માટે દર્દીની ઉંમર સૌથી મહત્વનું પરિબળ રહ્યું હતું. ૮૦ વર્ષથી ઉપરના પાંચમાંથી એક પેશન્ટને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી જયારે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના એક ટકા લોકોને જ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા.

પ્રાપ્ત ડેટા પરથી જણાયું હતું કે, કોરોનાને લીધે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય તેવા ૫૦ વર્ષની ઉંમરના આધેડમાં આ દર ૮.૨ ટકા હતો. જો કે તેમને સામાન્ય ચેપ કે ગંભીર ચેપ હતો તેની ખાતરી થઈ શકી નથી.

ધિ લેન્સેટ ઈન્ફેકચ્યુઅસ ડિસીઝ જર્નલમાં પ્રસિદ્ઘ થયેલા આ અભ્યાસ મુજબ મેઈનલેન્ડ ચાઈનામાં કોરોનાના પોઝિટિવ કેસમાં મૃત્યુદર ૧.૩૮ ટકા રહ્યો હતો. જયારે કોરોનાના શંકાસ્પદ કેસોને પણ તેમાં ઉમેરાતા મૃત્યુદર ઘટીને ૦.૬૬ ટકા હોવાનું જણાયું હતું.

કોરોના વાયરસ અગાઉ ત્રાટકેલા સ્વાઈન ફ્લૂ કરતા વધુ ઘાતક હોવાનું આ અભ્યાસમાં પુરવાર થયું હતું. ઈમ્પિરીયલ કોલેજ ઓફ લંડનના આ અભ્યાસના એક સહ લેખિકા આઝરા ઘનીના જણાવ્યા મુજબ આ અંદાજને કોઈપણ દેશ માટે લાગુ કરી શકાય છે.

આ અભ્યાસ મુજબ ૫૦ વર્ષથી ઉપરના પેશન્ટને કોરોના થવાથી તેને ફરજિયાત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની જરૂર પડી શકે છે જયારે ૫૦થી નીચેની ઉંમરના લોકોમાં હોસ્પિટલાઈઝેશન અનિવાર્ય નથી રહેતું. નોવેલ કોરોના વાયરસને નાથવા વિશ્વભરના દેશોએ પોતાના નાગરિકોને લોકડાઉનમાં રહેવા આદેશ કર્યો છે.

વિશ્વમાં કોરોના વાયરસથી કુલ ૩૮,૦૦૦દ્મક પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. દુનિયાભરમાં કોરોનાના કુલ ૮,૦૧,૧૧૭ કેસ નોંધાયા છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. આ અભ્યાસમાં જણાવ્યા મુજબ ૮૦ વર્ષથી વધુ ઉંમરના ૧૮.૪ ટકા દર્દીઓને ચીનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયારે ૪૦-૪૯ વર્ષની વયજૂથના ૪.૩ ટકા લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ૨૦થી ઓછી ઉંમરના માં એક ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિષ્ણાતોના મતે આ મોડેલ આધારિત અભ્યાસ હોવાથી તેના આંકડા જુદા જુદા દેશો માટે અલગ અલગ હોઈ શકે છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોશ વગેરેના નિયમોનું પાલન કરવાથી તેમજ સામાજિક જીવનમાં બદલાવથી ઘણા દેશોમાં આ અભ્યાસનું તારણ લાગુ કરી શકાય નહી.

(11:50 am IST)