Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

આજથી ૧૦ બેંક મર્જર થઈ બની ૪ બેંક

 દિલ્હી,તા.૧: આજથી દસ બેન્કના મર્જરના કારણે સરકારી બેન્કની સંખ્યા દ્યટીને ૪ થશે. તેની સાથે જ ભારતમાં કુલ સરકારી બેન્કોની સંખ્યા દ્યટીને ૧૨ થઈ જશે. આ બેન્કોને ૫૫,૨૫૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમાંથી એકલી પંજાબ નેશનલ બેન્કને ૧૬,૦૦૦ કરોડ રૂપિયા મળશે.

ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાનું પંજાબ નેશનલ બેન્કમાં મર્જર થશે. મર્જર બાદ તે ૧૭.૯૫ લાખ કરોડના વેપાર અને ૧૧,૪૩૭ શાખાઓની સાથે દેશની બીજી સૌથી મોટી બેન્ક બની જશે.

કેનેરા બેન્કનું સિન્ડિકેટ બેન્કમાં મર્જર બાદ તે ચોથી સૌથી મોટી પબ્લિક સેકટરની બેન્ક બની જશે. તેની મૂડી ૧૫.૨૦ લાખ કરોડ રૂપિયા હશે. તેની દેશમાં ૧૦,૩૨૪  બ્રાન્ચ હશે. આ ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક મળીને એક બેન્ક બનશે. તે ભારતની પાંચમી સૌથી મોટી સરકારી ક્ષેત્રની બેન્ક હશે જેનો કારોબાર ૧૪.૫૯ લાખ કરોડ રૂપિયા હશે અને તેની ૯૬૦૯ બ્રાન્ચ હશે. જયારે ઈન્ડિયન બેન્ક અને અલ્હાબાદ બેન્કોનું મર્જર થશે. તેની વેપાર મૂડી ૮.૦૮ લાખ કરોડ રૂપિયા હશે. બેન્કના મર્જર બાદ ગ્રાહકને એક નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડી મળી શકે છે. તેના માટે ગ્રાહકનું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર બેન્કની બ્રાન્ચની સાથે અપડેટ થાય તે જરૂરી છે. જેથી બેન્કો તરફથી કરાતા ફેરફારની માહિતી મળી શકે. તમારા તમામ એકાઉન્ટને એક સિંગલ કસ્ટમર આઈડીમાં ટેગ કરવામાં આવી શકે છે.

(11:49 am IST)