Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ફુટ્યો કોરોના બોંબઃ દિલ્હી જમાતના કાર્યક્રમથી દેશભરમાં ફેલાયો વાયરસઃ ઘોર બેદરકારીના દર્શન

યુપી-ગુજરાત-તેલંગાણા-તામિલનાડુથી લોકો જમાતમાં આવ્યા હતા

નવી દિલ્હી તા.૧: નિઝામુદ્દીન ખાતેના   મરકજમાં આવેલા હોવાથી દેશભરમાં કોરોના સંક્રમણ  ફેલાવાની  આશંકા  છે. અંદામાન નિકોબારનો  પહેલો કોરોનાનો દર્દી તબ્લીગી મરકજમાં ગયો હતો અને કેટલાય રાજયોમાં આઠ જગ્યાએ  ઉતર્યો રોકાયો હતો.

આંદામાન - નિકોબાર પોલિસ પાસેથી સૂચના મળ્યા પછી એ જાણ થઇ કે મરકજમાં ૧૫૦૦ થી વધારે લોકો છે અને તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત છે. અહીના લોકો બિમાર   હોવાની વાત છુપાવવામાં આવી હતી.  દિલ્હી પોલીસને પાકી સાબિતીઓ  મળી છે કે મરકજમાં   આવેલા લોકો અહીથી  યુપી, ગુજરાત, તેલંગાણા, અને તામીલનાડુ જમાત માટે ગયા હતા. દિલ્હીના જાકીરનગર અને પ્રહલાદપુર પણ લોકો ગયા હતા. આનાથી દક્ષિણ દિલ્હીમાં હડકંપ મચી ગયો છે. ગૃહ મંત્રાલયના આદેશ પછી એ માહિતી  ભેગી કરાઇ રહી છે કે જમાતમાં  આવેલા લોકો દેશમાં કયાં કયાં ગયા હતા વિદેશીઓ આવવાના કારણે મરકજમાં  કોરોના  ફેલાયો હતો.

દક્ષિણ પૂર્વ જીલ્લાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે અંદામાન નિકોબારનો પહેલો સંક્રમિત ૨૧ અને ૨૨ માર્ચ અથવા  તે પહેલા મરકજમાં રોકાયો હતો. ત્યાર પછી દિલ્હી પોલિસ એલર્ટ થઇ હતી. નિઝામુદ્દીન પોલિસે મરકજના  આયોજકોને બોલાવ્યા હતા અને  સામાજીક  અંતર  જાળવવાનું કહ્યુ હતુ. પોલિસ પાસે  આ બેઠકનો  વીડીયો છે.  ત્યાર પછી દિલ્હી  પોલિસના  ઉચ્ચ અધિકારીઓએ પ્રશાસન , જીલ્લા કલેકટરને જાણ કરી હતી. ૨૫ માર્ચે અહીં વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ આવી હતી અને કવોરન્ટાઇન કરવાની વાત કહીને ચાલી ગઇ  હતી.

પોલિસ અધિકારીઓનું  કહેવુ છે કે આયોજકોે કેટલાક લોકો બિમાર હોવાની વાત છુપાવી હતી. તેમણે ન તો ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો કે ન તો પોલિસ અથવા પ્રશાસનને જાણ કરી હતી. પોલિસે જ્યારે અહીં કેટલાક લોકોને ખાંસતા જોયા ત્યારે ૨૭ માર્ચે વિશ્વ આરોગ્ય  સંસ્થાની  ટીમને ફરીથી  બોલાવીને લોકોના સ્ક્રીનીંગ ચાલુ કર્યા ત્યારે તબ્લીગી  મરકજ કોરોના બોમ્બંનો ખુલાસો થયો.

(11:44 am IST)