Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

દેશભરમાં સામુદાયિક સંક્રમણનું જોખમ વધ્યું

તબ્લીગી જમાતના કાર્યક્રમમાં કાશ્મીરથી આંદામાનના લોકો

નવી દિલહી તા.૧ : નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ લોકોના તેલંગાણામાં કોરોના વાયરસથી એક પછી અકે થયેલા મોતો એ કેટલાય રાજયોને ચિંતામાં મુકી દીધા છે. ઉતરથી માંડીને દક્ષિણ સુધી કેટલાય રાજયોમાં અહી લોકો ગયા છે ડોકટરોનું કહેવું છે કે દેશના મોટા વિસ્તારોમાં સામુદાયિક સંક્રમણનું જોખમ વધી ગયું છે.

એઇમ્સના મેડિસીન વિભાગના પ્રોફસર નવલ વિક્રમનું કહેવું છે કે નિઝામુદ્દીનના આ કાર્યક્રમમાં સામેલ થનાર ડઝનબંધ, લોકો અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. તેલંગાણામાં આ કાર્યક્રમમાં ગયેલા છ લોકો જીવ ગુમાવી ચુકયા છે. આ કાર્યક્રમમાંથી લોકો તલંગાણા, યુપી., આંદામાન સુધી ગયા છે. હવે આ લોકો કયા વાહનોમાં ગયા અને કેટલા લોકોના સંપર્કમાં આવ્યા તે જણાવું સહેલુ નથી.

ભારતમાં અત્યાર સુધી કોરોનાના જેટલા કેસ આવ્યા છે. તેનો સ્ત્રોત ખબર હોવાથી તેની નિગરાણી રાખવી સરળ હતી હવે જમાતના હજારો લોકો અલગ-અલગ રાજયોમાં પહોંચી ચુકયા છે. એટલે જોખમ વધી ગયું છે.

(11:37 am IST)