Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પાકિસ્તાનમાં પણ તબ્લીગી જમાત Coronaની ઝપેટમાં, અનેક લોકોનો રિપોર્ટ પોઝિટિવ

નવી દિલ્હી તા. ૧: હાલ દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે દિલ્હીના બસતિ નિઝામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતના મરકઝમાં ૧ થી ૧પ માર્ચ સુધી પ હજારથી વધુ લોકો ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડથી આવેલા લોકો પણ સામેલ હતા. રર માર્ચે લોકડાઉનની જાહેરાત બાદ પણ અહીં ર હજાર લોકો રોકાયેલા હતા. તેમાંથી ૩૦૦ લોકો કોરોનાથી સંક્રમિત હોય તેવી આશંકા છે. ત્યારે પાકિસ્તાનમાં પણ આ સમુદાયમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.

પાકિસ્તાનના લાહોરમાં થોડા દિવસો પહેલા સરકારની મંજૂરી વગર પ દિવસનો ધાર્મિક કાર્યક્રમ થયો હતો.

જેમાં આશરે ૧ર૦૦ લોકો લાહોરના રાયવિંદમાં એકત્ર થયા હતા. રવિવારે જયારે અહીંયા તપાસ કરવામાં આવી ત્યારે ૩પ માંથી ર૭ લોકો કોરના પોઝિટિવ જણાયા હતા. લાહોરમાં એકઠા થયેલા લોકોમાંથી આશરે પ૦૦ લોકો વિદેશી હતા. જેઓ ચાર મહિનાથી પ્રચાર કરવા અહીં આવ્યા હતા.

આ લોકોને વિદેશ મંત્રાલય દ્વારા દેશ છોડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ પણ કરવામાં આવ્યું હતું. જે નાગરિકો શંકાસ્પદ જણાયા હતા તેમને સરકારે કોરોન્ટાઇનમાં રાખ્યા છે. પાકિસ્તાની મીડિયા મુજબ, કોરોન્ટાઇનમાં રાખવામાં આવેલા લોકો પૈકી એક ભાગી ગયો હતો અને તેણે પોલીસકર્મી પર ચપ્પુ વડે પ્રહાર કર્યો હતો.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧પ૦૦થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ર૦ લોકોએ જીવ ગુમાવ્યો છે.

લાહોર ઉપરાંત ઇસ્લામાબાદના બારાકહો નામના ગામની એક મસ્જીદમાં પણ તબ્લીગી જમાત આવી હતી જેમાં પપ વર્ષીયઇ એક વ્યકિતની તબીયત લથડયા બાદ તપાસ કરતા તબ્લીગી જમાતની આ ટોળીના તમામ ૧૩ શખ્સોના રીપોર્ટ પોઝીટીવ આવતા આ મસ્જીદ સીલ કરી દેવાઇ હતી.

બીજી તરફ સિંઘ પ્રાંતના હૈદરાબાદમાં પણ એક મસ્જીદમાં તબ્લીગ જમાત આવી હતી જેમાં અનેક લોકોની તબીયત લથડતા તપાસ કરતા આ જમાતમાં પણ રપ થી વધુ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવતા હૈદરાબાદ શહેરનું આ તબ્લીગી મરકઝ બંધ કરાયાનું ટીવી અહેવાલો જણાવે છે.

(11:36 am IST)