Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનનો ૮મો દિવસ

દેશમાં સતત વધી રહ્યા છે કોરોના પોઝીટીવના કેસ : લોકડાઉનની અસર ફીક્કી

નવી દિલ્હી,તા.૧. આજે દેશમાં લોકડાઉનનો આઠમો દિવસ છે પરંતું કોરોના પોઝેટીવ દર્દીઓની વધતી સંખ્યા બંધ થઈ રહી નથી. ભારતમાં આ રોગચાળાને લીધે અત્યાર સુધીમાં ૩૫ લોકોનાં મોત નીપજયાં છે, જયારે ૧૪૬ નવા કેસ નોંધાયા બાદ દર્દીઓની સંખ્યા ૧૩૯૭ પર પહોંચી ગઈ છે. વળી, ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વમાં કોવિડ-૧૯ કેસોની સંખ્યા ૭,૫૪,૯૪૮ પર પહોંચી ગઈ છે અને મૃત્યુની સંખ્યા ૩૬,૫૭૧ પર પહોંચી ગઈ છે.

કોરોના વાયરસની ગતિ ઝડપથી વધી રહી છે. કોરોનાએ ભારતમાં તેની ગતિ બમણી કરી દીધી છે. કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે દિલ્હી કોરોના વાયરસનું કેન્દ્ર બની રહ્યુ છે. મંગળવારે દેશમાં કોવિડ-૧૯ નાં ૩૧૫ નવા કેસ નોંધાયા હતા. પ્રથમ વખત, ૨૪ કલાકમાં દેશમાં ત્રણસોથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં, કોરોના વાયરસની ગતિ બમણી થઈ ગઈ હતી અને મંગળવારે સોમવાર કરતાં કોરોના ચેપનાં બમણા કેસ નોંધાયા હતા.

દેશમાં હવે કોરોના વાયરસથી મૃત્યુઆંક ૩૨ ને વટાવી ગયો છે. જો આપણે આંકડાઓની વાત કરીએ, તો ત્રણ દિવસમાં ૬૨૬ નવા કેસ નોંધાયા છે. દેશમાં ઝડપથી ફેલાતા વાયરસમાં આ ૪૦ ટકાનો વધારો છે. સૌથી વધુ કેસ દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુથી સામે આવી રહ્યા છે.

(11:35 am IST)