Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ

કેટલાક લોકોએ ધર્મ પ્રચાર પ્રસારના બહાને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કોશિશ કરી છે

નવી દિલ્હી, તા.૧: દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટેલિવિઝનના મંચથી દેશના લોકોને હાથ જોડીને અપીલ કરી હતી કે તેઓ દ્યરમાંથી બહાર ન નીકળે. કોરોના સામેના યુદ્ઘમાં સરકારની મદદ કરે. પરંતુ આમ છતાં કેટલાક લોકોએ ધર્મ પ્રચાર પ્રસારના બહાને આખા દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની કોશિશ કરી છે. તબલિગી જમાતના સંમેલનો ફકત ભારતમાં જ નહીં પરંતુ અનેક દેશોમાં થયા જેણે કોરોનાને ફેલાવવાનું કામ કર્યું.

ભારતમાં જમાતે અનેક ભાગોમાં કોરોના ફેલાવ્યો

તબલિગી જમાતે ભયંકર ગુનો કર્યો છે અને રાષ્ટ્રહિત વિરુદ્ઘ લોકડાઉનના નિયમ તોડીને પોતાની છીછરી હરકકત દ્વારા આખા દેશમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર રચ્યું છે. ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૦ વચ્ચે તબલિગી જમાતના નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા સંમેલનમાં સામેલ બે હજાર લોકોએ જેમાંથી ૮૦૦ લોકો વિદેશથી આવ્યાં હતાં, દેશના અનેક ભાગોમાં કોરોના વાયરસ ફેલાવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં તબલિગી જમાતે બીજા અન્ય દેશોમાં પણ પોતાના સંમેલનોના માધ્યમોથી મહામારી ફેલાવી છે.

મલેશિયામાં જમાતના સંમેલનથી ૬ દેશોમાં કોરોના ફેલાયો. પાકિસ્તાનની જ જેમ મલેશિયાએ પણ જમાતનું એક સંમેલન આયોજિત કર્યું હતું. જેમાં ૧૬૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ મલેશિયામાં ૬૨૦ કોરોનાના દર્દીઓ એવા મળ્યાં કે જેમણે આ સંમેલનમાં ભાગ લીધો હતો.

તપાસના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ સંમેલનમાં ભાગ લેનારા લોકોએ બ્રુનેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત કુલ છ દેશોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવ્યો. આ જ કારણે એવું તારણ નિકળ્યું છે કે તબલિગી જમાત સમગ્ર એશિયામાં કોરોના ફેલાવવાનું કારણ બની છે.

(10:53 am IST)