Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોરોના સાઇડ ઇફેકટ

દેશમાં દર ૫ નાગરિકે એક મનોરોગીનો શિકાર

કોરોના વાયરસને કારણે કેટલાક લોકોના મનમાં ખોટી નકારાત્મકતા ખૂબજ ઝડપથી વધી રહી છેઃ લોકો દબાણમાં આવીને જીવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧: કોરોના સંક્રમણે હાલમાં નાનાથી લઈને મોટાના દિમાગમાં એક કરંટ પેદા કરી દીધો છે. દેશમાં રોગ વકરતોઅટકાવવા માટે ૨૧ દિવસ લોકડાઉનનો સાતમો દિવસ છે ત્યારે દેશમાં હાલની પરિસ્થિતિમાં મનોરોગીઓની સંખ્યા પણ વધી રહી છે. લોક ડાઉનને પગલે ૧૫  થી ૨૦ ટકા મનોરોગીઓની સંખ્યા વધવાનો અંદાજ છે. આર્થિક પાયમાલી સાથે હવે મનોરોગીઓની સંખ્યા પણ વધશે જે એક ચિંતાજનક બાબત છે.

ઈન્ડિયન સાઈકેટ્રી સોસાયટીના સર્વેમાં જણાયું છે કે, છેલ્લા કેટલાક હપતામાં મનોરોગિઓની સંખ્યામાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. કોરોના વાયરસને કારણે કેટલાક લોકોના મનમાં ખોટી નકારાત્મકતા ખૂબજ ઝડપથી વધી રહી છે. લોકો દબાણમાં આવીને જીવી રહ્યા છે.

કોરોના વાયરસની અસર માનસિક રીતે પણ જોવા મળી રહી છે. દેશમાં જયારે આ બિમારી પોતાનો ફેલાવો કરી રહી છે ત્યારે મનોરોગિઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન સાઈકટ્રીક સોસાયટીના એક રિપોર્ટ મુજબ મનોરોગીઓમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. આ પાછળ કોઈ કારણો બતાવવામાં આવી રહ્યા છે. દુનિયામાં કોરોના વાયરસના કેસો વધ્યા ત્યારથી લોકોની રહેણી કરણીમાં ખૂબ જ ફેરફાર જોવામાં આવી રહ્યો છે. આ મહામારીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ ખોરવી નાંખી છે. જેની અસર લોકોના વિચારો ઉપર પડી રહી છે.

ઈન્ડિયન સાઈકોલોજી સોસાયટીના સર્વેમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક હપતામાં મનોરોગીયોની સંખ્યામાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. વાયરસને કારણ લોકોના મગજમાં નકારાત્મકતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. લોકો દબાવમાં જીવી રહ્યા છે. સ્થિતિ વધારે ગંભીર ત્યારે થઈ કે જયારે લોકડાઉન ને પગલે લોકોને પોતાના ઘરમાં રહેવાનો વારો આવ્યો. કામ ધંધો, નોકરી, કમાણી, બચત વગેરે પણ સંકટ મંડરાઈ રહ્યું છે.

આ ગંભીર દશા બાબતે નોઈડા સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના મેંટલ હેલ્થ એન્ડ વિહેવિએરલ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડો. મંજૂ તિવારીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં હજુ પણ આમાં વધારો થઈ શકે છે. લોકડાઉનને પગલે લોકોની રહેણી કરણીમાં મોટી અસર જોવા મળી રહી છે. લોકો સીમિત સંશાધનો સાથે ઘરમાં જીવી રહ્યા છે. એવામાં અવસાદ અને આલ્કોહોલ સિન્ડ્રોમ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

કોઈપણ બાબતે વારંવાર ચેક કર્યા કરવું, હંમેશા કંઈક ને કંઈક વિચાર કરવો, અને તથ્ય મેળવવા જુદી જુદી વેબસાઈટ પર ધ્યાન રાખવું, ઉંઘમાં વિચારો કર્યા કરવા. કે કયાંક કોઈ ગરબડ તો નહીં થઈ જાય ને. જૂની વાતોને વારંવાર યાદ રાખવી. દરેક બાબતો પર પોતાને દોષી ઠેરવવા, મગજ ઠેકાણે ન રહેવું. પેટમાં ગરબડ થવી વગેરે બાબતો છે.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના એક આંકમાં બતાવ્યું હતું કે ભારતમાં દર ૫ નાગરિકે ૧ મનોરોગીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જયારે આખા ભારતને લોકડાઉન કરાયું છે ત્યારે આ સમસ્યા વધુ વકરી શકે છે. આનુવંશિક વિકાર વાળા થોડા લોકો પણ આનો જ હિસ્સો છે.

(10:46 am IST)