Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જબરો પહેલવાન : કોણી વડે એક મિનિટમાં ૨૫૬ અખરોટ તોડી

આંધ્ર પ્રદેશના માર્શલ આર્ટ સ્પોર્ટ્સમેન પ્રભાકર રેડ્ડીનો એક મિનિટમાં ર ૨૯ અખરોટ તોડવાનો વિક્રમ તાજેતરમાં દેશના અન્ય માર્શલ આર્ટ સ્પોર્ટ્સમેન મુહમ્મદ રાશિદે તોડ્યો હતો. રાશિદે ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં એક મિનિટમાં ૨૫૬ અખરોટ તોડીને ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં વિક્રમ નોંધાવ્યો હતો. અગાઉ ૨૦૧૭માં પ્રભાકરે હાથના પંજા વડે એક મિનિટમાં ૨૧૨ અખરોટ તોડવાનો વિક્રમ કર્યો હતો. મુહમ્મદ રાશિદના નામે અનેક વિક્રમો નોંધાયેલા છે. રાશિદે માથા વડે નાળિયેર તોડવા, માથા વડે અખરોટ તોડવા તથા કોણી વડે પીણાંનાં કેન તોડવાના વિક્રમ પણ નોંધાવ્યા છે.

(10:45 am IST)