Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઈટાલી અને ચીનથી આગળ નિકળ્યુ અમેરિકાઃ ૩૮૦૦ના મોતઃ ૧,૮૫,૪૦૦ કેસ સાથે બન્યુ હોટસ્પોટઃ આવતા બે સપ્તાહ દર્દનાક

વિશ્વની મહાસત્તા કોરોના સામે ઘુંટણીએ પડીઃ બે મોટી હોસ્પીટલોમાં જીવન રક્ષક દવાઓની અછત

વોશિંગ્ટન, તા. ૧ :. દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૨૦૦૦ લોકોનો ભોગ લીધો છે અને આ મહામારીથી ૮ લાખ ૫૭ હજાર લોકો પીડીત છે. એવામાં અમેરિકામાં વિશ્વનું નંબર ૧ હોટસ્પોટ બન્યુ છે. અહીં ૩૮૦૦ લોકોના મોત થયા છે અને ૧,૮૫,૪૦૦ કેસ નોંધાયા છે. આ સંખ્યા ઈટાલી અને ચીનથી વધુ છે. અમેરિકામાં કુદકે અને ભુસકે કોરોના આગળ  વધી રહ્યો છે.

દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા બે સપ્તાહ ઘણા દર્દનાક બનવાના છે. તેમણે કહ્યુ છે કે મહામારીનો પ્રકોપ ચરમ પર પહોંચી ગયો છે. દેશવાસીઓએ આવતા બે સપ્તાહ ઘણા દર્દનાક માટે તૈયાર રહેવુ પડશે.

તેમણે કહ્યુ છે કે હું પ્રત્યેક અમેરિકીને કહુ છું કે આવતા કઠીન દિવસો માટે તૈયાર રહે. અમને સુરંગના અંતમાં કેટલીક રોશની નજરે પડે છે પરંતુ આવતા બે સપ્તાહ દર્દનાક રહેવાના છે.

અમેરિકામાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. બે મોટી હોસ્પીટલોએ કહ્યુ છે કે દર્દીઓની વધતી સંખ્યાઓને કારણે હોસ્પીટલમાં જીવન રક્ષક દવાઓની અછત થઈ ગઈ છે.

(10:41 am IST)