Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

યુપીના ખૂખૂંદ કસ્બામાં બાળકનો જન્મ : માતા-પિતાએ નામ રાખ્યું 'લોકડાઉન '

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસને લઈ લોકડાઉન જાહેર છે. યૂપી સરકાર આ લોકડાઉન દરમિયાન લોકોની સહાયતા માટે સળંગ અભિયાન ચલાવી રહી છે. સહાયતા, પરેશાનીના તમામ સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે દેવરિયામાં નવજાત બાળકનું નામ લોકડાઉન રાખવામાં આવ્યું છે. બાળકના પરિવારજનોનું માનવું છે કે, કોરોના વાયરસના કારણે પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં લોકડાઉનનો નિર્ણય લીધો છે, તે દેશ હિતમાં છે. આજ કારણ છે કે, તેમણે પોતાના બાળકનું નામ લોકડાઉન રાખ્યું છે.

કોરોના વાયરસથી બચાવનો સંદેશ આપવા માટે તેમણે આ નામ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરિવાર ખુખૂંદ કસ્બાનું રહેવાસી છે. તેમનું કહેવું છે કે, કોરોના વાયરસ જેવી બિમારીથી બચવા માટે પ્રધાનમંત્રી મોદીએ જે નિર્ણય લીધો છે દેશહિતમાં છે.

(12:59 am IST)