Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

તબલીગી પ્રવૃતીઓ માટે ભારત આવતા વિદેશીઓને હવેથી ટૂરિસ્ટ વિઝા નહીં ; સરકારનો સખ્ત નિર્ણંય

વિઝા નિયમોનાં ઉલ્લંઘન કરનારા માનવામાં આવશે અને તે પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે

નવી દિલ્હી : દિલ્હીના નીઝામુદ્દીન મરકઝમાં થયેલા ધાર્મિક જલસામાં સામેલ થયેલા કેટલાક લોકોનાં કોરોના વાયરસનાં કારણે મોત અને લોકોનાં સંક્રમિત થયા બાદ અચાનકથી તબલીગી જમાત ચર્ચામાં આવી  છે.

નિઝામુદ્દીન કેસ બાદ એ સામે આવ્યું છે કે વિદેશથી જલસામાં આવનારા તમામ જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવે છે અને અહીં ધાર્મિક ગતિવિધિઓમાં ભાગ લેતા હતા. હવે સરકારે સખ્ત પગલા ભરતા નક્કી કર્યું છે કે તબલીગી ગતિવિધિઓ માટે વિદેશથી આવનારાઓને હવેથી ટૂરિસ્ટ વિઝા નહીં આપવામાં આવે.

નિઝામુદ્દીનનો કેસ સામે આવ્યા બાદ તબલીગી જમાતનાં દેશનાં બાકીનાં મરકઝોમાં પણ વિદેશથી આવેલા લોકોની તપાસ ચાલી રહી છે. તેલંગાનાથી લઇને યૂપી અને ઝારખંડ સુધીનાં તમામ રાજ્યોમાં અનેક મસ્જિદોથી અત્યાર સુધી 700થી વધારે વિદેશી પકડાયા છે. આમાંથી મોટાભાગનાં ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા છે.

આ ખુલાસા બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટૂરિસ્ટ વિઝા પર આવેલા એ લોકો જે મિશનરી ગતિવિધિઓમાં મળી આવ્યા છે તેમને વિઝા નિયમોનાં ઉલ્લંઘન કરનારા માનવામાં આવશે અને તે પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે.

નિઝામુદ્દીન મરકઝમાં 216 વિદેશીઓ ઉપરાંત લખનૌમાં 13, રાંચીની મસ્જિદોમાં 30, પટનાની મસ્જિદોમાં 10 વિદેશી પકડાયા છે. ઝારખંડમાં મંગળવારનાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો. હિંદીપીઢીમાં એક યુવતી કોરોનાથી પીડિત મળી આવી હતી. યુવતી મલેશિયાની છે અને તબલીગી ગતિવિધિઓ માટે જ ભારત આવી હતી.

સ્વાસ્થ્ય વિભાગનાં સચિવ નિતિન મદન કુલકર્ણી પ્રમાણે મલેશિયાથી આ છોકરી 17 માર્ચનાં ભારત આવી હતી. રાંચીની હિંદીપીઢી વિસ્તારની મોટી મસ્જિદથી તેને 16 અન્ય વિદેશી તથા 7 ભારતીય લોકો સાથે કસ્ટડીમાં લેવામાં આવી છે.

ભારત સરકારે નિર્ણય લીધો છે કે જો કો વિદેશી ભારત આવીને તબલીગી પ્રવૃતિમાં ભાગ લેવા ઇચ્છશે તો તેને ટૂરિસ્ટ વીઝા ઇશ્યુ કરવામાં આવશે નહી. આ નિર્ણય એ ખુલાસા પછી લેવામાં આવ્યો જેમાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી ભારતના તમામ ભાગોમાં તબલીગી પ્રવૃતિમાં ભાગ લેવા માટે આશરે 2100 વિદેશીઓ આવ્યા હતા. જેમાંથી ઘણા લોકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હતા અને અહીં કોરોના ફેલાવાના માધ્યમ બન્યા છે.

(12:54 am IST)