Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા ૨૦૦ કરોડની સહાય

પીએમ રિલીફ ફંડમાં જંગી દાન

અમદાવાદ,તા. ૩૧ : દેશના વીજ ક્ષેત્રમાં અગ્રણી એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (પીએફસી)એ કોવિડ-૧૯ સામેની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રી મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રીલિફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડમાં રૂ. ૨૦૦ કરોડનું પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કોરોના સામેના જંગમાં હાલ દેશ અને દુનિયામાંથી પીએમ રિલીફ ફંડમાં દાન અને આર્થિક સહયોગનો ધોધ વહી રહ્યો છે ત્યારે વધુ અગ્રણી વીજકંપની પાવર ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા રૂ.૨૦૦ કરોડના જંગી દાનની જાહેરાત કરવામાં આવી હતી. 

       ઉપરાંત પીએફસીના કર્મચારીઓ પણ સ્વૈચ્છિક રીતે પીએમ-કેર્સ ફંડમાં એક દિવસનો પગાર આપશે, જેથી જીવલેણ વાયરસ સામે દેશની લડાઈ વધારે મજબૂત થશે. અગાઉ પીએફસી રાજસ્થાનમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રૂ. ૫૦ લાખની નાણાકીય સહાય પ્રદાન કરવા સંમત થઈ હતી. સીએસઆર પહેલ અંતર્ગત પીએફસીની નાણાકીય સહાયનો ઉપયોગ કોવિડ-૧૯ સામે નિવારણાત્મક પગલાંના ભાગરૂપે હેલ્થ માસ્ક અને સેનિટાઇઝર્સનું વિતરણ કરવા માટે થશે. પીએફસી અને એના કર્મચારીઓ કટોકટીના સમયમાં સતર્ક અને સાવચેત રહેશે તથા આ મહત્ત્વપૂર્ણ તબક્કે સમાજ સાથે રહેશે. જવાબદાર કોર્પોરેટ તરીકે પીએફસી રોગચાળાનો સામનો કરવા સાવચેતીના તમામ પગલાંનો અમલ કરવા સતત કાર્યરત છે.

(12:00 am IST)