Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

" કોવિદ -19 " વેક્સીન બનાવતી મહિલાઓમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.નીતા પટેલની ટિમ અગ્ર ક્રમે

મેરીલેન્ડ : કોવિદ -19 સામે ઝીંક ઝીલવા એક ડઝન જેટલી મહિલાઓની ટિમ કાર્યરત છે.આ વેક્સીન હાલની તકે તો હજુ પાઇપલાઇનમાં છે.આ તમામ ટિમ પૈકી ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.નીતા પટેલની ટિમ અગ્ર સ્થાને છે.
           ડો.નીતા નોવવેકસ સ્થિત એન્ટી બોડી વેક્સીન વિકસાવી  રહેલી  બાયોટેક્નોલોજી કંપનીમાં ડિરેક્ટર છે.
           ડો.નીતાએ જણાવ્યું હતું કે મહિલાઓ સાયન્સ ક્ષેત્રે આગળ આવે તે ખાસ જરૂરી છે.તેઓ ઘરમાં રહે તેના કરતા લેબોરેટરીમા કામ કરે તે વધુ ઇચ્છનીય છે.એક મહિલાના નાતે હું યુવતીઓને આ ક્ષેત્રમાં જોઈને ખુશી અનુભવું છું તેવું તેમણે સમાચાર સૂત્રને જણાવ્યું હતું

(5:10 pm IST)