Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમેરિકામાં સોશિઅલ ડિસ્ટર્ન્સિંગ 30 એપ્રિલ સુધી લંબાવાયું : 1 જૂનથી આપણે રિકવરીના માર્ગે હોઈશું : પ્રેસિડન્ટ ટ્રમ્પની હૈયાધારણ

વોશિંગટન : અમેરિકામાં કુદકેને ભૂસકે વધી રહેલી કોરોના વાઇરસ ગ્રસ્ત દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સોશિઅલ ડિસ્ટર્ન્સિંગનો ગાળો 30 એપ્રિલ સુધી લંબાવી દીધો છે.તેમણે નાગરિકોને હૈયાધારણ આપતા જણાવ્યું હતું કે જો સહુ સાવચેત રહી સૂચનાનો અમલ કરશે તો 1 જૂનથી આપણે રિકવરીના માર્ગે હોઈશું
ઉલ્લેખીનય છે કે અત્યાર સુધીમાં અમેરિકામાં દોઢ લાખ લોકો કોરોના વાઇરસ ગ્રસ્ત છે.તથા અઢી હજાર લોકોના મૃત્યુ  થઇ ચુક્યા છે.

(4:40 pm IST)