Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

ચૂંટણી પહેલા ફેસબુક ત્રાટકયું: કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૮૭ પેજ અને લીંક રાતોરાત હટાવી લેતા ખળભળાટ

નવી દિલ્‍હીઃ વિશ્વની સૌથી મોટી સોશ્‍યલ મીડીયા વેબસાઈટ ફેસબુકે ભારતમાં સામાન્‍ય ચૂંટણી પહેલા એક મોટુ પગલુ ઉઠાવ્‍યું: ફેસબુકે દેશની મુખ્‍ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા ૬૦૦થી એકાઉન્‍ટ અને લીંક વેબસાઈટથી હટાવ્‍યા છેઃ ફેસબુકે આ સિવાય પાકિસ્‍તાની સેનાના કર્મચારીઓના ૧૦૩ એકાઉન્‍ટ પણ બંધ કર્યા છેઃ અત્રે એ નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી વધુ ૩૦૦ મીલીયન જેટલા યુઝર્સ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છેઃ ફેસબુકના કહેવા મુજબ અમે તપાસ કરતા કેટલાક લોકો નકલી એકાઉન્‍ટનો ઉપયોગ કરી રહ્યા છે અને વિવિધ ગ્રુપો સાથે જોડાઈ રહ્યા છેઃ તેઓની પોસ્‍ટમાં સ્‍થાનિક સમાચારો અને તેમના વિરોધી જેમ કે વડાપ્રધાન ઉપર ટીકા કરવામાં આવી રહી છેઃ અમે તેઓના એકાઉન્‍ટસ તેઓના વ્‍યવહારને લઈને દૂર કરી રહ્યા છીએ નહિ કે તેઓએ કરેલી પોસ્‍ટની વિગત અનુસારઃ ફેસબુકે બે સેમ્‍પલ રજૂ કર્યા છેઃ જેમાં મોદીના પગલાઓની ટીકા કરતી પોસ્‍ટ છે અને કોંગ્રેસ પક્ષ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીની તરફેણ કરતી પોસ્‍ટ છે

(4:33 pm IST)