Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારો અંગે વિચાર-મંથન શરૂ, ઘણા રાજ્યોમાં સ્ક્રીનિંગ પૂર્ણ

આગામી સપ્તાહે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આદરી છે, ઉમેદવારોની પસંદગી પ્રર્કિયા અને સીટ વેહેચણી સહિતના મુદ્દે હલચલ તેજ બની છે તેવામાં કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અડધા ડઝનથી વધુ રાજ્યોની સ્ક્રીનિંગ પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં લગભગ તમામ ઉત્તર પૂર્વ રાજ્યો, કેરળ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક ઉમેદવારોના નામ નક્કી કરવા માટે યોજાશે. જેમાં 100 સીટો પર ઉમેદવારોના નામ નક્કી થઈ શકે છે.

(12:12 am IST)