Gujarati News

Gujarati News

News of Thursday, 29th February 2024

મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીનો દાવો, કહ્યું- મારી પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ : કોલ અને મેસેજ મોકલ્યા

તેણે પંજાબના ડીજીપી અને રોપર ડીઆઈજીને પણ ખંડણી કોલ અંગે ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરાયાનો દાવો

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો છે કે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે, આ માટે તેમને કોલ અને મેસેજ પણ મોકલવામાં આવ્યા છે. ચન્નીએ આરોપ લગાવ્યો કે તેણે પંજાબના ડીજીપી અને રોપર ડીઆઈજીને પણ ખંડણી કોલ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચન્નીએ કહ્યું, જો મારી સાથે આવું થશે તો સામાન્ય લોકોની શું હાલત થશે.

(12:10 am IST)