Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

બ્યુરોક્રેટ્સને ડીનર કરાવ્યું : દીકરાની ભૂલ માટે જાપાનના વડાપ્રધાને આખા દેશની માફી માંગી

રિપોર્ટ સામે આવ્યા બાદ તેનો વિરોધ થયો અને મહિલા અધિકારીએ રાજીનામુ પણ આપ્યું : ભારતમાં ' માનીતા અધિકારીઓના લેબલ' થી વિપરીત જાપાની નિયમ

ટોક્યો :જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ દેશની માફી માંગી છે. તેમણે પોતાના દીકરાના કામ માટે માફી માંગી છે, જે તેણે 2019ના વર્ષમાં કર્યુ હતું. આ કામ હતું દેશના સિનિયર બ્યુરોક્રેટ્સને ડીનર કરાવવાનું અને તેનું મોંઘુ બિલ ભરવાનું. બીજી તરફ આ પાર્ટીમાં સામેલ એક મહિલા અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. આ મહિલા વર્તમાન સમયે કેબિનેટ પબ્લિક રિલશન સેક્રેટરી હતી અને તેમનું નામ મૈકિકો યમાડા છે.

 2019ના વર્ષમાં જ્યારે મૈકિકો યમાડા મિનિસ્ટ્રી ઓફ ઇન્ટર્નલ અફેયર્સ એન્ડ કમ્યુનિકેશનની અધિકારી હતી. તે સમયે વર્તમાન વડાપ્રધાન યોશિહિદે સુગાના દીકરાએ દેશના 11 સિનિયર અધિકારોને એક ડીનર પાર્ટી આપી હતી.જેમાં આ મૈકિકો યમાડા પણ સામેલ હતી. યોશિહિદે સુગાનો દીકરો ટીવી શો બનાવે છે ને પ્રોડ્યુસર તરીકે જાણીતો છે.

ગયા મહિને એક મેગેઝિનમાં આ વિશેનો વિગતવાર રિપોર્ટ પ્રસિદ્ધ થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ક અધિકારીના ડીનર પાછળ 74203 યેન એટલે કે 51000 રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ટલે કે 11 અધિકારીઓના ડીનર પાછળ યોશિહિદે સુગાના દીકરાએ સાડા પાંચ લાખ રુપિયા કરતા વધારેનો ખર્ચ કર્યો હતો. આ રિપોર્ટ સામે આવ્યા બાદ તેનો વિરોધ થયો અને મહિલા અધિકારે રાજીનામુ પણ આપ્યું છે.

  કોઈને થશે કે આમ ખોટું શું છે ?   ભારતમાં રાજકારણીઓના માનીતા તરીકેના લેબલ બહુ ગર્વ પમાડનાર બાબત મનાય છે જયારે જાપાનની અંદર એવો નિયમ છે કે કોઇ પણ સરકારી કર્મચારીઓને કોઇ પણ પ્રકારની ગિફ્ટ આપી શકાય નહીં. પછી તે વ્યક્તિગત હોય કે કોઇ કંપની તરફથી. તેવામાં વડાપ્રધાન સુગાના દીકરાએ કરેલી ભૂલની માફી માંગતા કહ્યું કે તેઓ પોતના દીકરાએ કરેલી ભૂલના કારણે શરમ અનુભવે છે.

(10:31 pm IST)