Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કોરોના વેક્સિન પસંદ કરવાની છૂટ અપાશે નહીં

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ ને કો-વેક્સિન અથવા કોવિશિલ્ડ રસી વચ્ચે પસંદગી કરવાની છુટ આપવામાં આવશે નહીં. આ બાબત સંપૂર્ણપણે કો-વીન સિસ્ટમ્સ મારફત હાથ ધરાશે. આ બાબત માટે  સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ હેઠળની સરકારી ફેસીલીટી (cghs dispensary) નો ઉપયોગ કરવામાં આવશે તેવી સ્પષ્ટતા આરોગ્ય મંત્રાલયે કરી છે.

(7:39 pm IST)
  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST