Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની સામે વોરંટ જારી

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો : ગીતકાર જાવેદ અખ્તર પર પાયાવિહોણા આરોપ મૂકીને તેમનું નામ બગાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ હતો

મુંબઇ, તા. : હંમેશા વિવાદમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના વિરુદ્ધ માનહાનીનો દાવો કર્યો હતો, જેમાં આજે પહેલી માર્ચે કંગનાના નામે જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કંગના પર આરોપ છે કે, તેણે જાવેદ પર પાયાવિહોણા આરોપ મૂકીને તેમનું નામ બગાડવાનો પ્રયાસ કર્યો હતો.

કેસમાં આજે સોમવારે મુંબઇ અંધેરી સ્થિત મજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. મામલે જાવેદ અખ્તરના વકીલે કોર્ટ સમક્ષ તેમનો પક્ષ રાખ્યો હતો. પરંતુ કંગના અને તેમના વકીલ સુનવણીમાં હાજર રહ્યાં નહોતા. જ્યારે કંગના તરફથી જૂનિયર વકીલે કહ્યું કે, સીનિયર વકીલ બપોરે આવશે. જે અંગે તેમને જજ આર આર ખાન તરફથી સાંભળવા મળ્યું હતું. સાથે તેમણે કંગનાના વકીલને ૨૫ મિનિટમાં કોર્ટમાં પહોંચવા કહ્યું હતું. જે બાદ સુનવણી હાથ ધરાઇ હતી.

ઉલ્લેખીય છે કેજાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનૌત પર ટીવી ઇન્ટરવ્યૂમાં કથિત રીતે તેમના વિરુદ્ધ માનહાની કરનારી અને પાયાવિહોળી ટિપ્પણી કરવા બદલ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અંધેરી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ સમક્ષ માનહાનીની ફરિયાદ કરી હતી.

(9:07 pm IST)
  • તામિલનાડુમાં ચૂંટણીના માહોલ વચ્ચે કોરોનાનો કહેર વધતા 31મી માર્ચ સુધી લોકડાઉન વધારાયુ : સરકારી, પ્રાઇવેટ સંસ્થાનો, ઉદ્યોગગૃહ સહીત એકમોમાં ઓછામાં ઓછા કર્મચારીઓને બોલવવા નિર્દેશ :કંટેઇન્મેન્ટ ઝોનમાં સતર્કતા રાખવા સાથે વૃધ્ધો , બાળકો અને ગર્ભવતી મહિલાઓને ખાસ સાવચેતી રાખવા અપીલ access_time 11:27 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST