Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મારી ઉંમર 70 વર્ષથી વધુ છે જીવવા માટે થોડા વર્ષો બચ્યા છે : વેક્સીન યુવાઓને આપવી જોઈએ: મલ્લિકાર્જુન ખડગે

રાજ્યસભામાં નેતા વિપક્ષએ કહ્યું યુવાઓને વ‌ૅક્સિન આપવી જોઈએ, જેમની પાસે જીવવા માટે લાંબી ઉંમર પડી છે.

નવી દિલ્હી: કોરોના વાઈરસની રોકથામને લઈને દેશમાં બીજા તબક્કાનું વૅક્સિનેશન અભિયાન આજથી શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતી 45 વર્ષની ઉપરના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે કોરોનાની વૅક્સિન નથી લેવા માંગતા

  કોરોના વૅક્સિન આપવાના બીજા તબક્કાના અભિયાન શરૂ થવા પર પત્રકારોએ જ્યારે રાજ્યસભામાં નેતા વિપક્ષને  વૅક્સિન લેવા સંદર્ભે પ્રશ્ન પૂછ્યો, તો તેમણે જણાવ્યું કે, મારી ઉંમર તો 70 વર્ષથી ઉપર છે. તમારે એવા યુવાઓને વ‌ૅક્સિન આપવી જોઈએ, જેમની પાસે જીવવા માટે લાંબી ઉંમર પડી છે. મારી પાસે જિંદગી જીવવા માટે 10-15 વર્ષ જ વધારે

, કોરોના વૅક્સિનના બીજા તબક્કાની શરૂઆત થવા પર વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિતિ એઈમ્સમાં સોમવારે ભારત બાયોટેકની કોરોના વૅક્સીન કોવૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. PM મોદીને પોંડિચેરીની સિસ્ટર પી. નિવેદાએ વૅક્સિન આપી

એક માર્ચ સોમવારથી કોરોનાની રોકથામને લઈને વૅક્સીન આપવાના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના અને 45 વર્ષથી ઉપરના લોકોને સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં વૅક્સિન આપવામાં આવી રહી છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં વૅક્સિન લેવા માટે 250 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

(7:03 pm IST)