Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પ્રશ્નપત્ર લીક થતા સેનાએ ભરતી પરીક્ષા કરી કેન્સલઃ પૂણેમાં આ મામલે ૩ની ધરપકડ

નવી દિલ્હી :. પ્રશ્નપત્ર લીક થવાની માહિતી મળ્યા પછી સેનાએ જનરલ ડયુટી કર્મચારીઓની ભરતી માટે રાષ્ટ્રીય સ્તરે યોજાયેલ ભરતી પરીક્ષા રદ કરી નાખી છે. અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ બનાવમાં અત્યાર સુધીમાં પૂણેમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવાઈ છે.

એક અધિકારીએ કહ્યું કે પૂણેની સ્થાનિક પોલીસ સાથે ચલાવાયેલ સંયુકત કામગીરી દરમ્યાન શનિવારે રાત્રે જનરલ ડયુટી સૈનિકોની ભરતી માટે આયોજીત સામાન્ય પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાની ઘટના જાહેર થઈ હતી. તેમણે કહ્યું કે આ અંગે આગળની તપાસ ચાલુ છે અને ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. પૂણેના પોલીસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ કહ્યું કે પ્રશ્નપત્ર લીક કરવામાં અંદરની કોઈ વ્યકિતનો હાથ હોવાની તપાસ કરાઈ રહી છે.

(2:51 pm IST)
  • જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન ૧.૧૩ લાખ કરોડ :જાન્યુઆરી 2021ના મહિનાનું જી.એસ.ટી. કલેક્શન ૧.૧૩ લાખ કરોડ ને આંબી જાય તેવા વાવડ મળે છે.( ન્યૂઝફર્સ્ટ) access_time 7:20 pm IST

  • મહારાષ્ટ્રમાં આજે સવારે પણ ૮૨૯૩ નવા કેસ નોંધાયા, તો કેરળમાં ૩૨૫૪ કેસ સાથે આ બે રાજ્યોમાં ૧૧૫૦૦ થી વધુ કોરોના કેસ નોંધાયા છે: પુણેમાં ફરી હાહાકાર મચ્યો છે, ૧૧૮૫ નવા કેસ: મુંબઈમાં ૧૦૫૧ અને નાગપુર ૯૯૪ તથા અમરાવતી માં ૮૬૨ નવા કોરોના કેસ નોંધાયા: ગુજરાતમાં આજે સવાર સુધીમાં ૪૦૭ નવા કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજ સવાર સુધીમાં કુલ ૧૫૫૦૦ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા access_time 12:25 pm IST

  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST