Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પ્રેમી સાથે પત્નીને જોઇ પતિએ ચાકુ મારી હત્યા કરી

લખનૌ : યુપીની રાજધાની લખનૌમાં પ્રેમી સાથે ફરી રહેલ અફસાના (રપ)ને પતિ રફીકે ચાકુ મારી હત્યા કરેલ. ઘટના બાદ ભાગી રહેલ રફીકને લોકોએ પકડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કરેલ.

દરજીકામ કરતા રફીકને પત્ની અફસાના સાથે અનબન રહેતી હતી. અફસાનાને એક યુવક સાથે દોસ્તી હતી, જે રફીકને પસંદ નહતુ . તેણે પત્નીને અનેકવાર સમજાવેલ. શનિવારે અફસાના પાંચ વર્ષની પુત્રીને ઘરે એકલી મુકી નિકળી ગઇ હતી. પુત્રીને રડતી જોઇ રફીક પત્નીની શોધમાં નીકળ્યો હતો. આખો દિવસ શોધખોળ બાદ અફસાના પ્રેમી સાથે ફરતી દેખાતા રફીકે ચાકુ લઇ દોડયો હતો. અફસાનાએ ભાગવાનો પ્રયાસ કરેલ પણ રફીકે તેને પકડી પેટ અને છાતીમાં ચાકુના અનેક ઘા મારી હત્યા નિપજાવેલ.

(2:48 pm IST)
  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST

  • સિનિયર ડિપ્લોમેટ મનપ્રિત વોહરાની ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતના નવા હાઈ કમિશનર તરીકે નિમણુક કરવામાં આવી છે. access_time 7:44 pm IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST