Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જીડીપીના આંકડા પર ઉઠાવ્યા સવાલ : ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના આંકડા અનુસાર જીડીપીમાં 0.4 ટકાનો વધારો થયો છે : હકીકતમાં અમુક ઇન્ડેક્સ મુજબ જીડીપી 15 ટકા નેગેટિવ હોવાનું મંતવ્ય

ન્યુદિલ્હી : તાજેતરમાં  ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના જીડીપીના આંકડા અનુસાર જીડીપીમાં 0.4 ટકાનો વધારો  થયો હોવાના આંકડા જાહેર થયા છે.પરંતુ આ આંકડાઓ ઉપર ખુદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યા છે.

તેમણે જણાવ્યું છે કે અમુક ઇન્ડેક્સ  મુજબ જીડીપી 15 ટકા નેગેટિવ હોવાનું   દર્શાવાયું છે.સ્વામીના મંતવ્ય મુજબ  જો લાસપાયર્સ ભાવ સૂચકાંક નંબરનો ઉપયોગ કરવામાં આવે તો જીડીપી વૃદ્ધિ ડિસેમ્બર ક્વાર્ટરમાં માઇન્સ 10 ટકા પર આવી જશે અને જો પાશે ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવે તો આ આંકડો માઇન્સ 15 ટકા સુધીનો થઈ શકે છે. કારણકે  એમએસએમઈ અને અસંગઠિત ક્ષેત્રનો પણ આ સૂચકાંકોમાં સમાવેશ થાય છે. આ ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(2:02 pm IST)