Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સસ્તું સોનુ ખરીદવાની તક :સોવરેન ગોલ્ડ બોન્ડની સીરીઝ શરૂ: ભાવ 4662 રૂપિયા પ્રતિ ગ્રામ નકકી

1 થી 5 માર્ચ સુધી સ્કીમ ચાલુ રહેશે : ઓનલાઈન રોકાણ કરનારને 50 રૂપિયાની વધારાની છુટ

નવી દિલ્હી : સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (એસજીબી) ની 12 મી સીરીઝની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે. આ સીરીઝમાં સોનાની કિંમત 4662 રૂપિયા પ્રતિ ગ્રામ નકકી થઈ છે. 1 થી 5 માર્ચ સુધી રોકાણકાર આ સીરીઝમાં બજારથી ઓછી કિંમતમાં સોનાની ખરીદી કરી શકે છે. ઓનલાઈન રોકાણ કરનારને 50 રૂપિયાની વધારાની છુટ મળી શકે છે. અર્થાત આવા રોકાણકારોને એક ગ્રામ સોના માટે 4612 રૂપિયા આપવા પડશે.
સોવરેન ગોલ્ડ બોન્ડનું વેંચાણ બેન્ક, ભારતીય સ્ટોક હોલ્ડીંગ નિગમ (એસ.એચ.સી.આઈ.એલ) અને કેટલીક પસંદગીની પોસ્ટ ઓફીસ અને શેરબજારો જેમ કે ભારતીય રાષ્ટ્રીય બેન્ક એકસચેંજ લિમીટેડ તેમજ બોમ્બે સ્ટોક એકસચેંજના માધ્યમથી થશે. આ સ્કીમમાં એક રોકાણકાર વધુમાં વધુ 500 ગ્રામ સોનું ખરીદી શકે છે.સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાઓને 2.5 ટકાના દરે વ્યાજ પણ મળશે સાથે સાથે સોનાની કિંમતમાં થતા વધારાનો ફાયદો પણ મળશે.ડિઝીટલ ગોલ્ડમાં રોકાણ કરવાથી ઘણા ફાયદા છે તેમાં પારદર્શકતા છે અને છેતરપીંડીની સંભાવના નથી. પેકીંગ અને વિતરણનો ચાર્જ નથી. ચોરી થવાની ચિંતા નથી. ભૌતિક સોના પર 3 ટકા ટેકસ છે. જયારે આમા નથી.

(1:36 pm IST)