Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કેરળ હાઈકોર્ટના બે નિવૃત્ત ન્યાયાધીશો ભાજપમાં જોડાયા : ત્રીજા નિવૃત ન્યાયાધીશ બી.કેમલ પાશાએ અર્નાકુલમ બેઠક ઉપરથી UDF ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

કેરળ : કેરળ હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ન્યાયાધીશો, પી.એન.રવિન્દ્રન તથા  વી.ચિતમબરેશ  રવિવારે કેરળના ત્રિપુનિથારા ખાતે પાર્ટીની વિજય યાત્રા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા હતા, તેવું ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના  અહેવાલ દ્વારા જાણવા મળે છે.

ઉપરાંત કેરળ હાઈકોર્ટના ત્રીજા  ભૂતપૂર્વ ન્યાયાધીશ  (નિવૃત્ત) બી.કેમલ પાશાએ કેરળના રાજકારણમાં પ્રવેશ કરવામાં રસ દર્શાવ્યો હતો .તેમણે 2013 થી 2018 ની વચ્ચે કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેઓ અર્નાકુલમ બેઠક ઉપરથી કોંગ્રેસના નેતૃત્વવાળી UDF ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે.તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:24 pm IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 11,563 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,23,619 થઇ :એક્ટિવ કેસ 1,65,199 થયા વધુ 11,990 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,96,588 થયા :વધુ 80 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,275 થયા access_time 1:28 am IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST

  • સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલ એક અદ્ભુત મેસેજ, જેમાં 2 લાખ 14 હજારની રકમ એવી રીતે લખી છે કે જેથી રામરામ વંચાય. આ મેસેજ ખૂબ વાયરલ થઇ રહ્યો છે access_time 7:44 pm IST