Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જીયોની શાનદાર ઓફર : ૭૪૯ના રીચાર્જમાં આખુ વર્ષ અનલિમિટેડ ડેટા અને ફ્રિ કોલિંગ

નવી દિલ્‍હી : રિલાયન્‍સ જીયોની એક શાનદાર ઓફર એટલે કે ૧ માર્ચ ર૦ર૧ થી પ્રારંભ થયો છે. નવી ઓફર હેઠળ જીયોના બે રીચાર્જ પ્‍લાન લોન્‍ચ કરવામાં આવ્‍યો છે. તેની કિંમત ૭૪૯ રૂપિયા અને ૧૪૯૯ રૂપિયા છે. ૧૪૯૯ રૂપિયાવાળો પ્‍લાન ખાસ કરીને તે લોકો માટે જે નવો જીયો ફોન ખરીદવા જઇ રહયા છે. બીજી બાજુ ૭૪૯ રૂપિયાવાળા રીચાર્જ પ્‍લાન હાલના જીયો ફોન યુઝર્સ માટે છે. જો પહેલેથી જ જીયોફોન હશે તો ૭૪૯ રૂપિયાના પ્‍લાનનો આનંદ લઇ શકશે.

રીલાયન્‍સ જીયોના આ પ્‍લાન વર્ષના અંત સુધી લાગુ પડશે. સાથે જ ઇન્‍ટરનેટ ઉપયોગ માટે આ પ્‍લાનમાં દર મહિને ર જીબી હાઇસ્‍પીડ ડેટા ઓફર કરાશે. જીયોની ૧૪૯૯ રૂપિયાનો નવો પ્‍લાન જીયોફોન ખરીદવા પર અનલિમિટેડ વોઇસ કોલિંગ મળશે. સાથે જ આ પ્‍લાન પણ વર્ષ સુધી લાગુ રહેશે.

(11:46 am IST)