Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

નીતા અંબાણી અને પ્રિયંકા સહિત ૨૦૦ મહિલાઓ ‘ટાઇટેનીક બ્‍યુટીઝ ૨૦૨૦'ની યાદીમાં

યાદીમાં એકતા કપુર- પ્રિયંકા ચોપડા- એન્‍કર શ્‍વેતા સિંહ સામેલ

નવી દિલ્‍હી, તા.૧: આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની સામાજીક સંસ્‍થા જન પરિષદે રિલાયન્‍સ ફાઉન્‍ડેશનની ચેર પર્સન નીતા અંબાણી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, સફાઇ કર્મચારી બબલી રાઠૌર તથા વીએલ સીસી ફેમિના મિસ ઇન્‍ડિયા સૌદર્ય પ્રતિયોગિતાની રનર અપ માન્‍યા સિંહ સહિત ૨૦૦ મહિલાઓને ‘ટાઇટેનીક ઇન્‍ડીયન બ્‍યુટીઝ ૨૦૨૦'માં સામેલ કરવામાં આવી છે. જનપરિષદના સંયોજક રામજી શ્રી વાસ્‍તવે આ માહિતી ગઇકાલે આપી હતી.

તેમણે કહ્યું કે ટાઇટેનિક ઇન્‍ડીયન બ્‍યુટીઝ ૨૦૨૦ માટે કુલ ૨૦૦ નામોની જાહેરાત શુક્રવારે ભોપાલમાં જનપરિષદના એક જાહેર સમારંભમાં સંસ્‍થાના પ્રમુખ એન કે ત્રિપાઠી અને ઉપપ્રમુખ મહાન ભારત સાગરે કરી હતી. શ્રી વાસ્‍તવે જણાવ્‍યું કે જનપરિષદે દેશભરમાંથી ૨૦૦ એવી મહિલાઓની પસંદગી કરી હતી જે સુંદર હોવાની સાથે સાથે પોતાની દક્ષતા, પ્રતિભા અને સામાજીક સમર્પણના કારણે સમાજમાં પોતાનું વિશીષ્‍ટ સ્‍થાન બનાવવાની સાથે  સાથે આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક બનેલી છે.

તેમણે કહ્યું કે આ યાદીમાં સંસ્‍થાએ સિનેમા, પત્રકારિત્‍વ, ફેશન, વ્‍યવસાય, આરોગ્‍ય, રમતગમત, રાજકારણ અને સમાજસેવા સહિતના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રતિભાશાળી મહિલાઓની પસંદગી કરે છે. શ્રી વાસ્‍તવે જણાવ્‍યું કે નીતા અંબાણી તથા પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત તેમાં ફિલ્‍મ નિર્માત્રી એકતાકપૂર, અભિનેત્રી કંગના રણૌત અને પ્રિયંકા ચોપરા તથા એંકર શ્‍વેતા સિંહ સામેલ છે. આ યાદીમાં નર્સ અદિતિ પ્રજ્ઞા (કોલકત્તા), સફાઇ કર્મચારી બબલી રાઠૌર (ઓમકારેશ્‍વર, મધ્‍યપ્રદેશ) અને ઓટો ડ્રાઇવરની સુપુત્રી તથા મીસ ઇન્‍ડિયા સૌદર્ય પ્રતિયોગિતાની રનર અપ માન્‍યા સિંહ (ઉત્તરપ્રદેશ) સામેલ છે. આ ઉપરાંત આ યાદીમાં ભોપાલની જાણીતા જુડો ખેલાડી કમલા રાવત અને પર્વતારોહી ભાવના ડેહરીયાના પણ નામ છે

(11:45 am IST)