Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પ્રિયંકા ગાંધી આસામ પહોંચ્યા :કામાખ્યા મંદિરમાં દર્શન કરીને વિધાનસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો

પ્રિયંકા બ્રહ્મપુત્રનદીના ઉત્તર કિનારે અનેક જિલ્લાઓની મુલાકાત લઈ શકે

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે સોમવારથી આસામની બે દિવસની મુલાકાત શરૂ કરી દીધી છે. પ્રથમ, કોંગ્રેસ મહાસચિવ ગુવાહાટી પહોંચ્યા છે જ્યાં તેઓ કામાખ્યા મંદિર પહોંચ્યા છે.તેમના કાર્યક્રમ મુજબ તેઓ ચૂંટણી પ્રચાર શરૂ કરવા માટે લખીમપુર જવા રવાના થશે. જણાવી એ વાત નું કે તેમની આ મુલાકાતથી તેમની પાર્ટીના અભિયાનમાં ઝડપ આવશે તેવી આશા છે કારણ કે વડા પ્રધાન મોદી ત્રણ વખત આ ક્ષેત્રમાં ગયા છે.

પ્રિયંકા બ્રહ્મપુત્રનદીના ઉત્તર કિનારે અનેક જિલ્લાઓની મુલાકાત લઈ શકે છે, જ્યાં ભાજપ અને તેના સાથી એજીપીને મજબૂત માનવામાં આવે છે. ભાજપની આગેવાની હેઠળની સરકારે આગામી ચૂંટણીઓને પગલે અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી છે.

 આસામમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને આંચકો લાગ્યો છે. તેમના સાથી દેશ બોડોલેન્ડ પીપિલોઝ ફ્રન્ટ (બીપીએફ)એ કહ્યું કે તે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગ્રાન્ડ એલાયન્સમાં જોડાશે. કોંગ્રેસે તેનું સ્વાગત કર્યું છે.

આસામમાં આ વખતે ત્રણ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ૨ મેના રોજ તમામ રાજ્યોમાં મતગણતરી થશે. ઉલ્લેખનીય છે કે આસામ વિધાનસભાની મુદત 31મેના રોજ પૂરી થઈ રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ, બીજા તબક્કાનું મતદાન એક એપ્રિલે અને ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલે યોજાશે.

(10:43 am IST)