Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દેશમાં વધતા કોરોના કેસ : અત્યાર સુધીમાં 21,68 કરોડથી વધુ કોરોના પરીક્ષણો કરાયા

એક દિવસમાં 6,27,668 નમૂનાઓનું પરીક્ષણ કરાયું

નવી દિલ્હી : દેશમાં કોરોના તપાસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧.૬૦ કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 28 ફેબ્રુઆરી, 2021 સુધીમાં દેશમાં 21, 68, 58,774 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી એક દિવસમાં 6,27,668 પરીક્ષણ કરવામાં આવ્યા છે.

(10:40 am IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • વિરાટ વધુ ૨ ઈનિંગ્સમાં નહીં ચાલે તો તેના નામે બની જશે સૌથી ખરાબ રેકોર્ડ :૨૦૧૯માં બાંગ્લાદેશ સામે પિંક બોલ ટેસ્ટમાં કોહલીએ ૧૩૬ રન બનાવ્યા, તેના પછી કોઈ સદી ફટકારી નથી access_time 4:27 pm IST

  • એસબીઆઇએ હોમ લોન વ્યાજ દરોમાં ઘટાડો કરીને 6.70 ટકા કર્યા છે. access_time 7:31 pm IST