Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ભાજપની બી ટીમ વિજય મેળવશે

ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલને આગામી ચૂંટણીમાં ઝીરો બેઠક સાથે ઘરભેગી કરવાનો લલકાર કર્યો

કોલકત્તા તા. ૧ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની ઘોષણા પછી, રાજધાની કોલકત્તાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમ કોંગ્રેસ-ડાબેરીઓ અને ભારતીય સેકયુલર મોરચાની સંયુકત રેલી યોજવામાં આવી હતી.ઙ્ગ આ રેલીમાં નવા ગઠબંધનનું નામ 'યુનાઇટેડ ફ્રન્ટ' રાખવામાં આવ્યું હતું.

યુનાઇટેડ મોરચાના મંચ પરથી ફુરફુરા શરીફના પીરઝાદા અને આઈ.એસ.એફ.ના વડા અબ્બાસ સિદ્દીકીએ મમતા બેનર્જીને પડકાર ફેંકયો હતો.

પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને ઝીરો ઉપર લાવી ખાત્મો બોલાવી દેશે.ઙ્ગ તેમણે કહ્યું કે બંગાળની જનતા મમતા બેનર્જીથી નારાજ છે.ઙ્ગ સરકાર હવે દીદીના હાથમાંથી સરકી રહી છે. તેમણે કહ્યું કે સંયુકત મોરચો બંગાળમાં આગામી સરકાર બનાવશે અને તે સરકાર શિક્ષણ અને આરોગ્યના અધિકારની સુનિશ્ચિત કરશે.

લાખોની મેદનીને સંબોધિત કરતા શ્રીઙ્ગ સિદ્દીકીએ કહ્યું કે તે ભાગીદારી ઈચ્છે છે.ઙ્ગ ભીખ માંગવા માંગતા નથી.ઙ્ગ તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ મિત્રતાનો હાથ લંબાવશે, તો આઈ.એસ.એફ. તેનું સ્વાગત કરશે.ઙ્ગ અબ્બાસે કહ્યું કે આપણે ભારતીય છીએ.ઙ્ગ ભીખ નહિ, હક્ક જોઈએ છે. રાજયમાં સત્તા પરિવર્તનનો સમય આવી ગયો છે અને નવી સરકારે સામાન્ય લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી જોઈશે.

અબ્બાસ સિદ્દીકીએ ગઠબંધનમાં આઈ.એસ.એફ.નો સમાવેશ કરવા અને તેને ૩૦ બેઠકો આપવા બદલ ડાબેરી નેતા વિમાન બોઝનો આભાર માન્યો હતો.ઙ્ગ આઈ.એસ.એફ.ના વડાએ કહ્યું કે તેઓ ડાબેરીઓને જીટાડવા માટે લોહી વહાવી દેશે.ઙ્ગ તેમણે એમ પણ કહ્યું કે જો એકઙ્ગ એક અઠવાડિયા પહેલા ગઠબંધન માટે સહમતી થઈ ગઈ હોત તો આજે જેટલી ભીડ છે તેના કરતા બમણી ભીડ બ્રિગેડ ગ્રાઉન્ડ ઉપર એકત્ર થઈ ગઈ હોત.

ફુરફુરા શરીફના પીરઝાદા અબ્બાસ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને તેમની બી ટીમ બંગાળથી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને ઉથલાવી દેશે.ઙ્ગ તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મમતાની પાર્ટી શૂન્ય ઉપર જશે.ઙ્ગ અબ્બાસે કહ્યું કે જો જરૂરિયાત ઉભી થાય તો તે પોતાનું લોહી આપીને પણ માતૃભૂમિને મુકત કરશે.

 

(10:16 am IST)
  • જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રદ્દ : ૭ માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો કોરોના સંકટને કારણે કલેકટરે બેઠક યોજી મેળો રદ્દ કરવાનું નક્કી કર્યુ access_time 5:06 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST