Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઓટો પર બનાવ્યું એક લાખ રૂપિયામાં હાઇટેક 'સોલો 01' ઘર: આનંદ મહિંદ્રાએ કરી મોટી ઓફર

છત પર સોલાર પેનલ અને પાણીની નાની ટેન્ક

નવી દિલ્હી: ભારત સરકાર સતત ઇનોવેશન અને આત્મનિર્ભર ભારતની વાત કરી રહ્યું છે. અને તેનાથી પ્રેરિત થઇને ઘણા લોકો સતત નવા-નવા આઇડિયા લઇને સામે આવી રહ્યા છે. એવો જ એક આઈડિયા હરતા ફરતા ઘરને લઇને છે, જેને એક સાધારણ ઓટો પર બનાવવામાં આવ્યું છે, તેની ડિઝાઇન ખાસ છે કે ખુદ ઓટો સેક્ટરના દિગ્ગજ આનંદ મહિદ્રા એ આગળ વધીને ડિઝાઇનરને મોટી ઓફર આપી છે

ટ્વિટર પર એક વ્યક્તિએ આ ઘરને ટ્વીટ કરતાં જાણકારી આપી રહ્યા છે કે આ ઘરનું સોલો નામ 'સોલો 01' છે અને તેને ચેન્નઇના અરૂણ પ્રભુએ ડિઝાઇન કરી છે.

તેના માટે અરૂણએ એક ઓટો અને એક લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ટ્વીટ કરવામાં આવેલી તસવીરોમાં છત પર સોનલ પેનલ લગાવવામાં આવી છે તો બીજી તરફ છત પર પાણીની નાની ટેંક પણ છે. આ સાથે જ છત પર આરામ કરવા માટે ખુરશી પણ આપવામાં આવી છે.

ઘરની ઉંચાઇ લગભગ બે ગણી છે. તો બીજી તરફ લંબાઇ અને પહોળાઇ પણ એક રૂમ કરતાં ઓછી છે, જોકે આ સ્પેસમાં એક ઘરની સુવિધાઓ આપવામાં આવી છે. તસવીરો દ્રારા આ ઘરને ફરવાના શોખીનો માટે પ્રકૃતિના નજીક રહીને થોડો સમય વિતાવવા માટે આરામદાયક વિકલ્પના રૂપમાં બતાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર આ ઘરની જોરદાર પ્રશંસા થઇ રહી છે. ઓટો સેક્ટરના દિગ્ગજ મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રા  એ આગળ વધીને અરૂણ પ્રભુને ઓફર પણ આપી છે. તેમણે ડિઝાઇનરની જાણકારી માંગતાં કહ્યું કે તે બોલેરો પિક અપ પર પણ બનાવી શકે છે. આનંદ મહિંદ્રાએ કહ્યું કે તેનાથી ઓછી જગ્યાની તાકાત ખબર પડશે. જે હંમેશા ચાલતા રહેવાની ઇચ્છા રાખનારા અને કોરોના સંકટ બાદ ફરવાના શોખીનો માટે આગામી સમયમાં ચલણ બની શકે છે.

(12:00 am IST)
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST

  • સેન્‍સેકસમાં ૭૦૦ થી વધુ પોઇન્‍ટનો ઉછાળોઃ નીફટી ૧૪૭૦૦ની ઉપર : મુંબઇ : સપ્‍તાહના પ્રારંભે શેરબજારમાં તેજીનું વાવાઝોડુ ફુકાયુ છે. ૧૦ વાગ્‍યે સેન્‍સેકસ ૭ર૪ પોઇન્‍ટ વધીને ૪૯૮ર૪ અને નીફટી ર૧૯ પોઇન્‍ટ વધીને ૧૪૭૪૮ ઉપર ટ્રેડ કરે છે. પાવર ગ્રીડ, અલ્‍ટ્રાટેક, ઓએનજીસી ૪ ટકા જેટલા ઉછળ્‍યા. access_time 11:22 am IST

  • રીવરફ્રન્ટ ઉપર વધુ એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો :અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એકે મહિલાએ સાબરમતી રીવરફ્રન્ટ પર કુદીને આત્મહત્યાનો -યાસ કર્યો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ પર પુલથી મહિલા જેવી જ નદીમાં કુદી ફાયરબ્રિગેડની સ્પીડ બોટ તુરંત ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને તે બાદ રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવી હતી. પોલીસ હવે મહિલાના આત્મહત્યાના કારણની તપાસ કરશે અને તે બાદ વધુ કાર્યવાહી હાથ ધરશે. access_time 4:27 pm IST