Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ડેટા ચોરી મામલે ફેસબુક પ્રાઇવસીનાં ઉલ્લંઘનનું અધધધધ. 4,783 કરોડ રૂપિયાનું વળતર ચુકવશે

કંપનીએ ફેશિયલ રિકગ્નિશન દ્વારા ડેટાનાં આધારે ફોટો ટેગ કરવાનું ફીચર આપ્યું હતું :પ્રાઇવસીનું ઉલ્લંઘન માનીને ડિસેમ્બર સુધી 15,71,608 યુઝર્સે કેસ કર્યો હતો

સાન ફ્રાન્સિસ્કો :લોકોના ચહેરા ઓળખવા માટે તેમના બાયોમેટ્રિક ડેટા ચોરીને પોતાના સર્વર પર સ્ટોર કરવા માટે ફેશબુક 4,783 કરોડ રૂપિયાનું વળતર ચુકવશે. કંપનીએ ફેશિયલ રિકગ્નિશન (ચહેરો ઓળખવા માટેની ટેકનોલોજી) દ્વારા આ ડેટાનાં આધારે ફોટો ટેગ કરવાનું ફીચર આપ્યું હતું.

તેને પ્રાઇવસીનું ઉલ્લંઘન માનીને ડિસેમ્બર સુધી 15,71,608 યુઝર્સે કેસ કર્યો હતો, સામુહિક સુનાવણી દરમિયાન વળતર અંગે સમજુતી થઇ, અમેરિકાનાં સાનફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટનાં જજે આ સમજુતીને સહેમતી આપી દીધી.

ફેશબુકને ઇલિનોઇસનાં બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન પ્રાઇવસી એક્ટનાં ઉલ્લંઘનનું દોષી માન્યું, જજ ડોનાટો અનુસાર ત્રણ લોકોએ સમજુતી પર આપત્તી વ્યક્ત કરી, પરંતું મોટી સંખ્યામાં સમર્થન મળવા પર સહેમતી આપવામાં આવી રહી છે.

આ પ્રાઇવસીનાં ઉલ્લંઘનનો સૌથી મોટું વળતર છે, ફેશબુક યુઝર્સ માટે સૌથી મોટી જીતનો દાવો કરનારા દરેક યુઝર્સને 345 ડોલર એટલે કે 25,390 રૂપિયાનું વળતર મળશે.

ફેશબુક વિરૂધ્ધનાં કેસની શરૂઆત 2015થી થઇ હતી, ધીરે-ધીરે કેસ આગળ વધ્યો, 2020 સુધી ફેશબુક 4,047 કરોડ ડોલર ચુકવવા માટે રાજી થઇ ચુક્યું હતું. પરંતું ન્યાયાધીશે હસ્તક્ષેપ કર્યા બાદ આ રકમ વધારવામાં આવી.

તમામ પક્ષો ફેશબુક દ્વારા પોતાની નિતીમાં કરાયેલા ફેરફારો પર હવે સંતુષ્ટ નથી, આ ફેરફારો અંતર્ગત હવે તે યુઝર્સનાં ચહેરાને ઓળખવાનાં વિકલ્પને ઓફ રાખશે, જેણે પોતાની તસવીરો પર બાયોમેટ્રીક સ્કેનની મંજુરી આપી નથી.

આ કેસમાં સામેલ યુઝર્સની મંજુરી વગર સ્ટોર કરેલો ડેટા ડિલિટ કરશે, તેમાંથી જે લોકો ત્રણ વર્ષથી ફેશબુક પર એક્ટિવ નથી, તેમનો ડેટા પણ ફેશબુકને ડિલિટ કરવો પડશે.

 
(12:00 am IST)