Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ ઉપર બેલીસ્ટિક મિસાઇલથી હુમલો : મિસાઇલને આકાશમાં જ અધવચ્ચે નાશ કરી દીધી હોવાનો સાઉદી નો દાવો : સ્થાનિક મીડિયા અનુસાર મિસાઇલ હુમલામાં સાઉદી અરેબિયાને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ

રિયાધ: ગલ્ફ દેશોમાં અશાંતિ ફરી શરૂ થઈ છે.  છેલ્લા કેટલાક વર્ષોથી, અખાતી દેશોમાં શાંતિનું વાતાવરણ પ્રબળ થવા લાગ્યું હતું, પરંતુ અખાત દેશોમાં ફરી, મિસાઇલ વિસ્ફોટો અને બોમ્બમારાથી આગજની શરૂ થઈ ગઈ છે. 

સાઉદી અરેબિયાએ દાવો કર્યો છે કે તેની રાજધાની રિયાધ પર બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો છે, જો કે તેણે આ મિસાઇલને આકાશમાં જ અધવચ્ચે  નાશ કરી દીધી હતી, પરંતુ સ્થાનિક મીડિયા કહે છે કે મિસાઇલ હુમલામાં સાઉદી અરેબિયાને મોટું નુકસાન થયું છે.

સાઉદી કહ્યું છે કે રાજધાની રિયાધને મોડી રાત્રે બેલિસ્ટિક મિસાઇલથી હચમચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આકાશમાં જ મિસાઇલનો નાશ કરી હુમલાને નિષ્ફળ બનાવી અટકાવ્યો હતો.

(12:00 am IST)