Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ધોરણ 12 પાસ પછી ડિપ્‍લોમા કોર્ષ કરી કારકિર્દી બનાવી શકાય

ડિપ્‍લોમા ઇન ક્‍લાઉડ કમ્‍પ્‍યુટરિંગ, આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ તથા સાયબર સિક્‍યોરિટીનો અભ્‍યાસ કરી શકાય

નવી દિલ્હીઃ આજનો યુગ ડિજિટાઈઝેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. 12માં ધોરણ પછી ચીલાચાલુ કોર્સના બદલે હટકે કોર્સની માંગ વધી રહી છે. ખાસ કરીને સ્પેશિયલાઈઝેશનની વિશેષ માંગ ઈન્ડસ્ટ્રીમાં રહેલી છે. એટલે જ જો તમે 12માં ધોરણ પછી કાંઈક અલગ કરવા માંગો છો તો અમે તમારા માટે 3 એવા ડિપ્લોમા કોર્સ લાવ્યા છે. જે તમને કરિયરમાં સફળતા અપાવી શકે છે અને તમે લાખોની કમાણી કરી શકો છો.

1. ડિપ્લોમા ઈન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-

આજકાલે AIનો જમાનો છે. હવે તો આપણી રોજ બરોજની લાઈફમાં પણ AIનો ઉપયોગ વધી ગયો છે. રોબોટ હોય કે ઓટોમેટિક ચાલતી ગાડી, બધુ AIથી ચાલે છે. સામાન્ય રીતે AIનો કોર્સ કમ્પ્યુટર સાયન્સ સાથે કરવામાં આવે છે પરંતુ અનેક એવી ઓનલાઈન અને ઓફલાઈન યુનિવર્સિટીઝ છે, જ્યાંથી તમે આ કોર્સમાં ડિપ્લોમા કરી શકો છો. એલેક્સા, સીરી, ગૂગલ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સના ઉદાહરણ છે. આ કોર્સ કરનારને વર્ષનું 12 થી 15 લાખ સુધીનું પેકેજ મળી શકે છે.

2. ડિપ્લોમા ઈન ક્લાઉડ કમ્પ્યુટિંગ-

ક્લાઉડ કમ્પ્યુટિંગ એટલે એવી ટેક્નોલોજી જેનાથી તમારો મારો આપણા સૌનો ડેટા પ્રોસેસ થાય છે. આ એ જ ટેક્નોલોજી છે જેનાથી તમારી સિસ્ટમમાં રહેલો તમારો ડેટા સુરક્ષિત રહે છે. આ કોર્સ ઓનલાઈન ભારતની કે વિદેશની કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરી શકો છો. અને જો તમે યોગ્ય અભ્યાસ કરો તો લાખોમાં સેલેરી મળશે.

3. ડિપ્લોમા ઈન સાયબર સિક્યોરિટી-

જે વિદ્યાર્થીઓને સાયબર સિક્ટોરિટીમાં રસ છે. તેઓ આ કોર્સ 12માં પછી તરત કરી શકે છે. ડિજિટાઈઝેશનના જમાનામાં ડિજિટલ ફ્રોડનો ખતરો વધી ગયો છે. એટલે જ આ કોર્સના વિશેષજ્ઞોની ડિમાન્ડ પણ વધારે છે જો કોર્સ સારી રીતે થઈ જાય તો તમને સારી સેલેરી મળી શકે છે.

(6:20 pm IST)