Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ગુલમર્ગમાં હિમસ્ખલનમાં બે વિદેશી પ્રવાસીઅોના મોત: ૨૧નો બચાવ

(સુરેશ ડુંગ્ગર દ્વારા) જમ્મુ, તા., ૧ઃ વિશ્વ વિખ્યાત ગુલમર્ગની શિખર ઉપર હિમસ્ખલન થતા બે વિદેશી પ્રવાસીઅોના મોત થયા છે. જયારે ર૧ પ્રવાસીઅોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઅોઍ જણાવ્યું હતું કે કોઇ પણ પ્રવાસી ફસાયેલા  જાવા ન મળતા બચાવ કાર્ય પુરૂ કરી દેવામાં આવ્યું છે.
ટંગમર્ગના પોલીસ સબ ડીવીઝનલ અોફીસર જાવેદ અહેમદે જણાવ્યું હતુ કે બે વિદેશી પ્રવાસીઅોના મૃતદેહ બરફ નીચેથી કાઢવામાં આવ્યા છે. જયારે ઉતર કાશ્મીરના બારમુલ્લા જીલ્લાના પ્રસિધ્ધ સ્કી રીસોર્ટમાં ર૧ લોકોને બચાવી લેવાયા છે.
અધિકારીઅોઍ જણાવ્યું હતું કે, દુર્ઘટનાની જાણ થતા તાબડતોબ બચાવ કાર્ય શરૂ કરાયું હતું. જેના કારણે ર૧ લોકોને બચાવી લેવાયા છે. (૪.૨૨)

(5:13 pm IST)